રાજકોટ મધ્યસ્થ જેલનાં પેરોલ રજા પરથી છુટી ફરાર થઇ ગયેલ કેદીને પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ

  • જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ જતાં અમરેલીમાંથી ઝડપાયો

અમરેલી,
અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. આર. કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી. એન. મોરી તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ફ.ગુ.ર.નં. 98/2013, ઇ.પી.કો. કલમ 376, તથા પોકસો એકટ ક. 4 વિ. મુજબ ના ગુન્હાનાં કામે સજા ભોગવતા અને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થઇ ગયેલ પાકા કામનાં કેદીને અમરેલીમાંથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ફ.ગુ.ર.નં. 98/2013, ઇ.પી.કો. કલમ 376, તથા પોકસો એકટ ક. 4 વિ. મુજબનાં કામે આરોપી પંકજ ઉર્ફે પુના ભીખાભાઇ પાટડીયા રહે.અમરેલી, રોકડીયાપરા વાળાને નામ. સ્પેશ્યલ પોકસો કોર્ટ, અમરેલી નાઓએ સને 2014 માં 10 વર્ષની કેદ, તથા રૂ.50,000/- નોં દંડની સજા કરેલ હતી અને મજકુર આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો હતો. નામ.ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ નાઓનાં મીસ.ક્રિમી.એપ્લી. નં. 34/2020 તા.21/07/2020 આધારે મજકુર કેદીને તા.29/07/2020 થી દિન – 15 ની પેરોલ રજા મંજુર કરવામાં આવેલ. મજકુર કેદીને તા.14/08/2020 નાં રોજ રાજકોટ મધ્યસ્થ જેલ પરત થવાનું હતુ પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થવાનાં બદલે ફરાર થઇ ગયેલ હતો. પંકજ ઉર્ફે પુનો ભીખાભાઇ પાટડીયા, ઉ.વ.32, રહે.અમરેલી, રોકડીયાપરા વાળાને તા.09/10/2020 નાં હસ્તગત કરી, રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી કરેલ છે.