રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ૪.૮ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ફફડાટ

  • ભૂકંપનું કેન્દ્રબિન્દૃુ રાજકોટથી ૧૮ કિ.મી ભાયાસર ગામે નોંધાયું
  • કોઇ જાનહાનિ નહિ, અમરેલી, વડિયા, સાવરકુંડલા, જેતપુર, જસદૃણમાં પણ લોકોએ ધરતીકંપનો આંચકો અનુભવ્યો

રાજકોટ,
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો આજે સવારે ૭.૪૧ સૌરાષ્ટ્રભરમાં અનુભવવામાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ૪.૮ની હતી. આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવતાં સ્થાનિક લોકો સફાળા ઘરની બહાર આવી ગયા હતા. કંપનું કેન્દ્રબિન્દૃુ રાજકોટ થી ૧૮ કિલોમીટર દૃૂર ભાયાસર ગામે નોંધાયું છે. છેલ્લા એક મહિનામાં આ ભૂકંપનો બીજો મોટો આંચકો છે. છેલ્લા એક મહિનામાં નાના-મોટા ૧૪ આંચકા અનુભવાયા છે. જોકે સિસ્મોલોજિસ્ટે કહૃાું હતું કે હજી બે-ત્રણ દિવસ હજી આટર શોક્સ આવશે, પણ હાલ મોટો ભૂકંપ આવવાની શક્યતા નથી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ આ ભૂકંપની વિશે માહિતી મેળવી રહૃાા છે. તેમણે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદૃર સહિતના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી છે. આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
આ ભૂકંપ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જસદણ, ચોટિલા, જામનગર વડિયા, ભાવનગર કોટડાસાંગણા, ગોંડલ અને દૃેવભૂમિ દ્વારકા સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. અમરેલીના કેટલાક વિસ્તારોમાં આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવતાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકોને ફરી ૨૦૦૧ ના ભૂકંપની યાદ આવી ગઈ હતી. એક બાજુ કોરોનાનો કહેર છે અને બીજી બાજુ ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અનેક સોસાયટીઓમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા.

  • ભૂકંપ આવતા કોલીથડ ગામે આવેલી હાઈસ્કૂલની છત તૂટી પડી

રાજકોટ જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા બાદ અત્યારે ગોંડલ તાલુકાના કોલીથડ ગામેથી સ્કૂલની છત પડી હોવાના સમાચાર મળી રહૃાા છે. સદ્નસીબે શૈક્ષણિક કામગીરી બંધ હોવાના કારણે જાનહાનિ થઈ નથી.
તાલુકાના કોલીથડ ગામે આવેલી જી.વી કોટક હાઈસ્કુલની છત આજે ભૂકંપના જોરદાર આંચકાને કારણે તૂટી પડવાથી આ અંગે ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભૂકંપના જોરદૃાર આંચકાના કારણે ગોંડલ તાલુકાની કોલીથડ ગામની જી વી કોટક હાઈસ્કુલની છત તૂટી પડી છે પરંતુ શૈક્ષણિક કામગીરી બંધ હોવાના કારણે કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનાની જાણ થતા ગ્રામ પંચાયતના સભ્યો સહિતના આગેવાનો શાળાએ દોડી ગયા હતા તેમજ નુકસાનીનો તાગ મેળવવાની કોશિશ કરી હતી.