રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધુમ્મસ છવાયું, વાહન ચાલકોને હાલાકી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહૃાો છે. ત્યારે આજે રાજકોટ અને આટકોટ સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યો હતો. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ માવઠાના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી અને કપાસને પાકને નુકસાન થયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. વાહનચાલકોને મોડે સુધી લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. ધુમ્મસને કારણે રોડ પણ ભીના થઇ ગયા હતાં. ગાઢ ધુમ્મસના કારણે અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહૃાો છે. કમોસમી વરસાદના કારણે વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉં, ચણા અને જીરૂના વાવેતર પર અસર થઈ છે.

આટકોટમાં આજે વહેલી સવારથી જ ધુમ્મસ છવાયું હતું અને હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોને મોડે સુધી લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. મોડે સુધી આ ધુમ્મસ છવાયેલું રહૃાું હતું. રોડ પણ ભીના થઇ ગયા હતાં. રોડ પર દૂર સુધી કંઈ દેખાતું ન હતું. બીજી તરફ કમોસમી વરસાદના કારમે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.