રાજધાની-શતાબ્દૃી સહિત ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો અમદાવાદથી ઉપડતી ટ્રેનનો સમય

મુંબઈ,
વેસ્ટર્ન રેલવેએ આગામી પહેલી ડિસેમ્બરથી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. મુંબઈથી દોડતી શતાબ્દૃી અને રાજધાની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હી જતી રાજધાની હવે પહેલી ડિસેમ્બરથી બોરીવલી પણ ઊભી રહેશે. બીજી તરફ અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ હવે અંધેરી સ્ટેશન પર નહીં ઊભી રહે. આ ઉપરાંત વેસ્ટર્ન રેલવે ઝોન તરફથી અન્ય ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
૧) ટ્રેન નંબર ૦૨૯૫૧/૦૨૯૫૨ મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ એક્સપ્રેસ (દૈનિક)
પહેલી ડિસેમ્બર, ૨૦૨૦થી મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન નંબર ૦૨૯૫૧ સાંજે પાંચ વાગ્યે ઉપડશે. પહેલા આ ટ્રેનનો સમય ૫:૩૦ વાગ્યાનો હતો. હવે આ ટ્રેન બોરીવલી સ્ટેશન પર પણ ઊભી રહેશે. મુંબઈ સેન્ટ્રલથી ઉપડીને આ ટ્રેન બોરીવલી, સુરત, વડોદરા, રતલામ અને કોટામાં ઊભી રહેશે. આ ટ્રેન સવારે ૮:૩૨ વાગ્યે દિલ્હી પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર ૦૨૯૫૨ નવી દિલ્હીથી મુંબઈ માટે સાંજે ૧૬:૫૫ વાગ્યે રવાના થશે. સમયપત્રકમાં કરવામાં આવેલા ફેરફાર પ્રમાણે ટ્રેન કોટા, રતલામ, વડોદૃરા, સુરત અને બોરીવલી ઊભી રહેશે. આ ટ્રેન સવારે ૮:૩૫ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
૨. ટ્રેન નંબર ૦૨૯૫૩/૦૨૯૫૪ મુંબઈ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન અગસ્ત ક્રાંતિ રાજધાની સ્પેશિયલ એક્સપ્રેસ (દૈનિક)
મુંબઈ સેન્ટ્રલથી હઝરત નિઝામુદ્દીન માટે ટ્રેન નંબર ૦૨૯૫૩ હવે અડધો કલાક પહેલા એટલે કે સાંજે ૦૫:૧૦ વાગ્યે રવાના થશે. પ્રથમ ડિસેમ્બરથી આ ટ્રેન અંધેરી ખાતે નહીં ઊભી રહે. ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી રવાના થયા બાદૃ બોરીવલી, વાપી, વાલસાડ, સુરત, ભરૂચ, વડોદૃરા, રતલામ, કોટા, સવાઈ મધોપુરા અને મથુરા થઈને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર પહોંચશે. આ ટ્રેન સવારે ૦૯:૪૩ વાગ્યે પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર ૦૨૯૫૪ હઝરત નિઝામુદ્દીનથી સાંજે ૦૫:૧૫ વાગ્યે રવાના થઈને મુથરા, સવાઈ મધોપુરા, કોટા, રતલામ, વડોદૃરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી અને બોરીવલી પર ઊભી રહીને બીજા દિવસ સવારે ૧૦:૦૫ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
૩. ટ્રેન નંબર ૦૨૦૦૯/૦૨૦૧૦ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દૃી સ્પેશિયલ એક્સપ્રેસ (અઠવાડિયામાં છ દિવસ)મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દૃી સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન નંબર ૦૨૦૦૯ હવે પહેલી ડિસેમ્બરથી ૧૦ મિનીટ પછી એટલે કે ૬:૪૦ વાગ્યે ઉપડશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદૃ, અને નડિયાદ થઈને બપોરે ૧:૦૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. વળતા ટ્રેન નંબર ૦૨૦૧૦ અમદાવાદથી ૦૨:૪૦ વાગ્યે રવાના થઈને રાત્રે ૦૯:૨૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
૪. ટ્રેન નંબર ૦૨૨૪૪/૦૨૨૪૩ બાન્દ્રા ટર્મિનસ-કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ (દૈનિક)
ટ્રેન નંબર ૦૨૨૪૪ સુપરફાસ્ટ સ્પેશિયલ બાન્દ્રા ટર્મિનસથી સવારે ૦૫:૧૦ વાગ્યે રવાના થઈને બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદૃરા, ગોધરા જંક્શન, રતલામ, નાગદૃા થઈને બીજા દિવસે સવારે ૦૭:૧૫ વાગ્યે કાનપુર સેન્ટ્રલ ખાતે પહોંચશે. આ જ પ્રકારે ટ્રેન નંબર ૦૨૨૪૩ કાનપુર સેન્ટ્રલથી સાંજે ૦૬:૨૫ કલાકે રવાના થઈને બીજા દિવસે ૦૮:૫૫ વાગ્યે બાન્દ્રા પહોંચશે.
૫. ટ્રેન નંબર ૦૨૨૪૮/૦૨૨૪૭ સાબરમતી-ગ્વાલિયર સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં ત્રણ દિવસ)
ટ્રેન નંબર ૦૨૨૪૮ સાબરમતીથી સાંજ ૦૪:૫૦ વાગ્યે રવાના થઈને મહેસાણા અને પાલનપુર થઈને સવારે ૦૯:૨૫ વાગ્યે ગ્લાલિયર પહોંચશે. પહેલા આ ટ્રેન અમદાવાદથી સ્ટેશનથી દોડતી હતી, પરંતુ હવે સાબરમતીથી દોડશે. આ જ પ્રકારે પરત આ ટ્રેન ગ્વાલિયરથી સાંજે ૦૮:૧૦ વાગ્યે રવાના થઈને સવારે ૧૧:૫૦ વાગ્યે સાબરમતી પહોંચશે.
૬. ટ્રેન નંબર ૦૨૫૪૮/૦૨૫૪૭ સાબરમતી-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં ચાર દિવસ)
૨૯ નવેમ્બરથી આ ટ્રેન અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતી સ્ટેશનથી દોડશે. ટ્રેન નંબર ૦૨૫૪૮ હવે સાબરમતીથી સાંજે ૦૪:૫૦ વાગ્યે રવાના થઈને મહેસાણા, પાલનપુર થઈને સવારે ૭:૧૫     વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. આ જ પ્રકારે ૦૨૫૪૭ ટ્રેન પરત આગ્રા કેન્ટથી રાત્રે ૧૦:૧૦ વાગ્યે રવાના થઈને સવારે ૧૧:૫૦ વાગ્યે સાબરમતી પહોંચશે.
૭) ટ્રેન નંબર ૦૧૧૦૪/૦૧૧૦૩ બાન્દ્રા ટર્મિનસ-ઝાંસી સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં બે દિવસ)
ટ્રેન નંબર ૦૧૧૦૪ બાન્દૃાર ટર્મિનસથી ઝાંસી માટે સવારે ૫:૧૦ વાગ્યે રવાના થઈને બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, દૃાહોદ, રતલામ, નાગદૃા, ઉજ્જૈન, અને મક્સી થઈને દોડશે. ઝાંસીમાં આ ટ્રેન સવારે પાંચ વાગ્યે પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર ૦૧૧૦૩ ઝાંસીથી સાંજે ૦૪:૫૦ વાગ્યે રવાના થઈને બીજા દિવસ સાંજે ૪ વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.
૮. ટ્રેન નંબર ૦૪૧૮૯/૦૪૧૯૦ દૈડ-ગ્વાલિયર સુપરફાસ્ટ સ્પેશિયલ (દૃૈનિક)
ટ્રેન નંબર ૦૨૪૧૮૯ દૈડથી રાત્રે ૧૧:૧૦ મિનિટ પર રવાના થઈને વસઈ, બોઈસર, વાપી, વલસાડ, સુરત, ભરુચ, વડોદૃરા અને ગોધરા થઈને બપોરે ૦૧:૧૦ વાગ્યે ગ્લાવલિયર પહોંચશે. આ જ પ્રકારને ટ્રેન નંબર ૦૪૧૯૦ ગ્વાલિયરથી સાંજે ૦૫:૧૫ વાગ્યે રવાના થઈને બીજા દિવસે સાંજે ૦૬:૨૦ વાગ્યે દૈડ પહોંચશે.