- અમરેલી જિલ્લાના જમાઈ અને વેવાઈ એવા જનસંઘના પાયાના આગેવાન શ્રી કેશુ બાપાની વિદાયથી અમરેલી જિલ્લામાં આઘાત
- સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રીને વિદાય : રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના દિગ્ગજોએ પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપી
અમરેલી,
અમરેલીના કુકાવાવના જમાઈ અને ચલાલાના પરબડી ગામના વેવાઈ તથા જેના વિચારથી આજે ગુજરાત ભર માં મહિ યોજનાનું પાણી વહે છે તેવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પાયાના આગેવાન શ્રી કેશુભાઇ પટેલ નિધનથી અમરેલી જિલ્લામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે અમરેલી જિલ્લામાં કેશુભાઈ પટેલ કાશીરામ રાણા અને શંકરસિંહ વાઘેલાએ કરેલી જાહેર સભામાં ગુજરાતના રાજકિય તખ્ત ઉપર ભાજપના શ્રી ગણેશ થયા હતા અમરેલી જિલ્લા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા શ્રી કેશુભાઈ પટેલ ધરતીપુત્રોની વેદના સમજતા હતા મહિ યોજના માંથી અમરેલી માટે પાણી લાવવાનો સૌપ્રથમ વિચાર તેમનો હતો અમરેલી માટેની યોજના માંથી ભાવનગર અને પછી આખા રાજ્યમાં પાણી અપાઇ રહ્યું છે પણ તેના મૂળમાં અમરેલી અને કેશુબાપા હતા. પાટીદાર સમાજના મોભી એવા કેશુભાઈ પટેલ ગોકુળ ગામ ના પ્રણેતા પણ હતા તેમના નિધનના સમાચાર થી અમરેલી જિલ્લાના ભાજપના પાયાના આગેવાનો અને કાર્યકરોમાં ધરતીપુત્રોમાં ઘેરા શોકની લાગણી ફરી છે અને ખેડૂતપુત્ર તરીકે અને લોકસેવક તરીકે ગુજરાતમાં લોકચાહના મેળવી હતી, પાટીદાર આગેવાનના નિધનથી સમગ્ર ગુજરાત શોકમાં ડૂબ્યુ છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને વિદાય આપવામાં આવી હતી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના દિગ્ગજોએ પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ના.મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓએ તેમના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે કેશુભાઇના નિધનથી રાષ્ટ્રએ મોટા ગજાના નેતા ગુમાવ્યા હોવાનું જણાવ્યુ હતુ જ્યારે વડાપ્રધાનશ્રી મોદીએ કેશુભાઇ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનાર ઉતમ નેતા હતા તેમણે જન સંઘ અને ભાજપને મજબુત કરવા લાંબો પ્રવાસ કર્યો હતો કેશુભાઇએ મારા સહિત ઘણા નાના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ છે તેમનું દુનિયામાંથી જવુ તે ન પુરી શકાય તેવી ખોટ છે અને હું દુ:ખી છુ જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલે આખુ જીવન રાષ્ટ્રસેવા અને જનસેવા માટે સમર્પિત કરનાર કેશુભાઇને શ્રધ્ધાંજલી પાઠવી હતી અને કેશુબાપા સાથે નજીકથી સંકળાયેલ ગુજરાત મ્યુની. ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખ ભંડેરીએ જણાવ્યુ હતુ કે ગુજરાતને ન પુરી શકાય તેવી ખોટ પડી છે અને તેમના નિધનના સમાચારથી ભાજપની આજે યોજાનાર સભા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની સભા રદ કરવામાં આવી છે.