મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાનહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.
અગાઉ લખ્યા મુજબ આઈપીએલમાં નવી લખનૌની ટીમે સારા પ્રદર્શન સાથે વિજય મેળવ્યો છે, વળી મંગળ અને શનિ નજીક આવવા સાથે યુદ્ધમાં બધા નિયમ નેવે મુકાઈ રહ્યા છે તો વિશ્વની અંદર દેશોની અલગ અલગ ધરી બની રહી છે. આજથી ચૈત્ર માસનો પ્રારંભ થાય છે, ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે અને ચૈત્રી નવું વર્ષ પણ શરુ થાય છે. ચૈત્રી નવું વર્ષ શનિવારથી શરુ થાય છે, આ વર્ષના રાજા શનિદેવ છે અને મંત્રી ગુરુ છે. આ વર્ષની ગોચર ગ્રહોની સ્થિતિ જોતા અને વર્ષ પર શનિનું પ્રભુત્વ જોતા વર્ષ દરમિયાન સંઘર્ષનો માહોલ વારંવાર જોવા મળે વળી અગાઉ લખ્યા મુજબ આ વર્ષમાં મોંઘવારી અને મંદી પણ મોટી સમસ્યા બને વળી અગાઉ લખ્યા મુજબ એક પછી એક આગજનીની ઘટનાઓ સામે આવતી જાય છે. શનિ એ દંડનાયક છે માટે આ વર્ષેએ ન્યાય કરતા જોવા મળે. આ વર્ષે અદાલતો કડક ચુકાદાઓ આપે અને દરેક જગ્યાએ લાંબા સમય પછી ન્યાય થતો જોવા મળે. શનિ રાજનીતિનો ગ્રહ છે માટે રાજનીતિ માં ધરમૂળ થી ફેરફાર થતા જોવા મળે અને મોટા પરિવર્તનો પણ જોવા મળે જેને આપણે રાજકીય ભૂકંપ કહી શકીએ. વર્ષની શરૂઆતમાં જ શનિ મહારાજ સૂર્યને ત્રીજી દ્રષ્ટિથી જુએ છે જે સરકારો પર પ્રજાનું દબાણ અને અન્ય મુશ્કેલીઓ દર્શાવે. આ પ્રકારનો એપિસોડ હાલ પાકિસ્તાનમાં ચાલી રહ્યો છે. વિશ્વના અનેક દેશની સરકારો તકલીફમાં પડતી અને સતા પરિવર્તન થતા જોવા મળે.
- રોહિત જીવાણી