રાજયમાં બહારથી આવતા વિદેશી દારૂના નેટવર્કને ભેદવા શ્રી નિર્લિપ્ત રાયના પ્રયાસો

અમરેલી,
રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય તથા મુખ્ય પોલીસ અધિકારી અને સ્ટેટ મોનીટરીંગ સેલના શ્રી નિરજા ગોટરૂની સુચના આધારે એસએમસીના એસપી શ્રી નિર્લિપ્ત રાયના સુપરવિઝન નીચે એસએમસીએ રાજસ્થાનમાંથી મોટે પાયે ગુજરાતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર લીસ્ટેડ બુટલેગર આનંદપાલસિંહ ઉર્ફે દિક્ષા સમંદરસિંહ દેવડા રાજપુત ઉર્ફે દીક્ષા મારવાડી રહે. શિરોહીને ત્યાં દારૂનો દરોડો પાડી મુદામાલ કબ્જે કર્યો હતો. 17 થી વધ્ાુ ગુનાઓમાં નાસતા ફરતા આરોપી ફાર્મ હાઉસમાંથી મળી આવતા પોલીસે રૂા.74 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. દારૂના ધંધાના નાણાકીય વ્યવહારનો તમામ હિસાબ પોતે રાખતા હોવાનું અનુમાન કર્યુ .