રાજયમાં 2002થી સતત વધતા ભારેખમ કરવેરા અને દેવાનો બોજ ભારેખમ : શ્રી પરેશ ધાનાણી

અમરેલી,
રાજ્યમાં 2002 થી સતત વધતા કરવેરા ભારેખમ, દેવાનો બોજ ભારેખમ, વ્યાજનું ચૂકવાનું ભારેખમ, વાર્ષિક બજેટનો ખર્ચ ભારેખમ હોવા છતાંય સતત ઘટતી સેવા અને સુવિધાઓ સહીત રાજ્યની તીજોરી શું કામે ખાલીખમ..?રાજ્યની 2002 માં વાર્ષિક 16,235 કરોડ ની કરવેરા આવકો સતત વધી અને આજે 2021-22 ના અંતે 1,51,655 કરોડ સુધી પહોચી છે. રાજ્યમાં 2002 દરમ્યાન વાર્ષિક 24,401 કરોડ ના દેવાનું ભારણ આજે 2020-21 ના અંતે 51,786 કરોડ સુધી પહોચ્યું છે. રાજ્યમાં છેલ્લા 20 વર્ષ દરમ્યાન લાખો કરોડના બિન-ફળદાયી ખર્ચ પછી પણ વર્ષ 2002-03 ની સરખામણીએ વર્ષ 2019-20 સુધીમાં 2,429 કિ.મી રાજ્ય ધોરી માર્ગ, 506 કિ.મી. અન્ય જીલ્લા માર્ગ અને 6,025 કિ.મી. જેટલા મેટલીંગ રોડ ઘટ્યા છે .દર વર્ષની જેમ નાણામંત્રી બજેટમાં જૂની પરંપરા મુજબ સપનાઓ વેચવાનો પ્રયાસ કરે છે. રાજ્યધની ભાજપ સરકારે વર્ષ 2004-05થી અત્યાટર સુધી કે.જી.બેઝીનમાં અબજો રૂપિયા નાંખ્યા છે અને લાખો લોકોને રોજગારી આપવાનો દાવો કર્યો છે પરંતુ ભાજપ સરકાર માટે કે.જી.બેઝીન પ્રોજેક્ટન ખોટનો ધંધો પૂરવાર થયો છે અને એક નવો ઈતિહાસ રચ્યો છે.
શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય માં વર્ષ 2002-03માં કરની આવક રૂ. 10,884 કરોડ હતી, જે આજે રૂ. 1,11,706 કરોડ થઈ છે. જે સામાન્યો પ્રજાના ખિસ્સાષમાંથી વસુલ્યાત છે. રાજ્ય માં કુલ મહેસુલી આવક વર્ષ 2002-03માં રૂ. 19,231 કરોડ હતી, જે વર્ષ 2021-22માં રૂ. 1,67,968 થઈ છે. સરકારનું દેવું વર્ષ 2002-03માં રૂ. 24,401 કરોડ હતું, જે 2020-21માં રૂ. 3,00,959 કરોડને આંબી ગયું છે. રાજ્યહ સરકાર ઉપર નાણાંકીય જવાબદારીઓ વર્ષ 2002-03માં રૂ. 55,175 કરોડ હતી, જે વર્ષ 2021-22માં રૂ. 3,55,007 કરોડ થઈ છે. આ જવાબદારીઓ વર્ષ 2023-24માં રૂ. 4,65,037 કરોડ થવાની છે.રાજ્યની વસ્તીે કૂદકેને ભૂસકે વધી રહી છે પરંતુ રાજ્ય સરકાર લોકોને સારી સુવિધાઓ આપવા તેની કચેરીઓમાં કર્મચારીઓમાં વધારો કરતી નથી. રાજ્યદ સરકારનું વર્ષ 2004માં કુલ મહેકમ જિલ્લા પંચાયતો સહિત 4,69,900 કર્મચારીનું હતું, જે વર્ષ 2021માં 4,91,701 કર્મચારીનું છે. આમ, 20 વર્ષમાં મહેકમમાં ખાસ કોઈ તફાવત જોવા મળતો નથી. સરકારે કર વધાર્યો, દેવું વધાર્યું, વ્યા4જ વધાર્યું, બજેટનું કદ વધાર્યું છે ત્યાનરે સરકારની મિલ્કંતોમાં વધારો થવો જોઈએ કે સિલક રહેવી જોઈએ, પરંતુ આમાં સરકાર સદંતર નિષ્ફદળ નીવડી છે.તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું છે.