રાજય સરકાર મંજૂરી આપે તો પણ રાજુલાના 2 પાર્ટી પ્લોટ સ્વૈચ્છિક બંધ રાખવાની તૈયારીમાં

  • જય માતાજી યુવા ગૃપ તથા મહિલા પાર્ટી પ્લોટ સહિતની બેઠકોમાં નિર્ણય લેવાયો

રાજુલા,
હવે કોરોના મહામારી વચ્ચે રાજય સરકાર દ્વારા નવરાત્રી ની મંજૂરી આપવી કે કેમ તેને લઇ ને વિચારણા કરી રહ્યા છે તો કેટલાક મહાનગરો અને જીલા માથી રાજ્ય સરકાર ને નવરાત્રી ની મંજૂરી આપવા માટે નુ દબાણ શરૂ કર્યું છે તો કેટલીક સંસ્થા ઓ દ્વારા મંજૂરી આપવા માટે અત્યાર થી રજૂઆતો કરી રહ્યા છે તેવા સમયે રાજુલા શહેર મા કેટલાય વર્ષો થી 2 મોટા પાર્ટી પ્લોટ અને નવરાત્રી નિમિતે વિસ્તાર વાઈજ નાની મોટી ગરબી નાના મોટા આયોજકો દ્વારા નવરાત્રી ના આયોજન કરવા મા આવે છે રાજુલા ના 2 પાર્ટી પ્લોટ ભવ્ય થી ભવ્ય યોજાય છે જેમા પાર્થ ગ્રુપ આયોજીત નવરાત્રી પાર્ટી પ્લોટ અને જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટ વર્ષો થી યોજાતા હતા તેના આયોજકો દ્વારા પણ કોરોના મહામારી વચ્ચે બેઠકો મટિંગ કરી બંધ રાખવા માટે ની તૈયારી ઓ કરી દેવાય છે જ્યારે સમગ્ર રાજુલા શહેર મા પણ કોરોના પોઝીટીવ ના અનેક કેસો વિવિધ વિસ્તાર મા આવી રહ્યા છે ત્યારે અતિ જોખમી અને ચિંતા કરવા નો વિષય છે ત્યારે બંને પાર્ટી પ્લોટ ના સંચાલકો દ્વારા બંધ રાખવા નો નિર્ણય લેવાયો છે .