અમરેલી,
રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસયાત્રામાં છેવાડાના ગામડાંઓ સુધી પ્રાથમિક સુવિધાઓ માટેના કાર્યો પૂર્ણ થતાં અવિરત વિકાસ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે તૈયાર થયેલા અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવન સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણકેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન, ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાના હસ્તે નેશનલ કો-ઓપરેટીવ યુનિયન અને ઈફ્કોના ચેરમેનશ્રી, દિલીપભાઈ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્યદંડશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ પણ ઉપસ્થિત રહી ગામમાં વિકસેલી નવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતુ અને તેમણે ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.ગ્રામજનોની સુવિધા માટે રાજસ્થળીમાં રુ.18 લાખના ખર્ચે અત્યાધુનિક પંચાયત ભવન, લોક ભાગીદારીથી કોમ્યુટર લેબ, અને વોટરશેડ અંતર્ગત રુ.90 હજારના ખર્ચે શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટ, પેવર બ્લોક સહિતના વિકાસ કાર્યોને લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. ગામના દાતાશ્રી મગનભાઈ સેંજલિયાના સહયોગથી આશરે રુ.21 લાખના ખર્ચે, 15માં નાણા પંચના અનુદાનમાંથી નવનિર્માણ પામેલા કોમ્યુનિટી હોલમાં લેપટોપ સાથેની સ્માર્ટ ક્લાસલેબ તૈયાર કરવામાં આવી હતી.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાએ જણાવ્યુ કે, આ પ્રકારની અત્યાધુનિક કોમ્યુટર લેબ અમરેલી જિલ્લામાં સંભવત: પ્રથમવાર નિર્માણ પામી છે જેનો લાભ વિદ્યાર્થીઓને મળશે. અગાઉના અને વર્તમાન સમયના શિક્ષણના અંતર વિશે કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યુ કે, ગામડાંમાં આ પ્રકારની કોમ્યુટર લેબ સાથેનું શિક્ષણ એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જે નવા ભારતની વાત કહી રહ્યા છે તેનો બોલતો પૂરાવો છે.આ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, ગામના સરપંચશ્રી, ગણપતભાઈ સેંજલિયા તેમજ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા