રાજસ્થાનનું હેલ્થ મોડલ ગુજરાતમાં લવાશે : અશોક ગહેલોત

કેન્દ્ર સરકાર પર ચાબખાં મારતી વખતે કે સી વેણુગોપાલે ગુજરાત સરકારને આડે હાથ લીધી હતી. ગુજરાતમાં ભાજપની સ્થિતી અત્યંત ખરાબ હોવાને કારણે જ ૯ મહિના અગાઉ સમગ્ર કેબિનેટ બદલી નાખવામાં આવી છે અને વધુમાં બે દિવસ અગાઉ બે મંત્રીઓ પાસેથી ખાતાં છીનવી લેવામાં આવ્યા છે. આમ, ગુજરાત સરકાર જ કરપ્ટ અને બિનઅસરકારક હોવાનું નિવેદન વેણુગોપાલે કર્યું હતું. સરકાર બદલવી અને મંત્રીઓના ખાતાં છીનવી લેવા એ વાત સુચવે છે કે ગુજરાત સરકારમાં જ ગરબડ છે. તમે જ વિચારો કે જો કોઈ તકલીફ ના હોત તો આવું કરવાની જરૂર જ શું હતી ? તેવી વાત ગેહલોતે કરી હતી. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી આરંભી દૃીધી છે. ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક અશોક ગહેલોતે અમદૃાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. ગહેલોતે સવારે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ગુજરાતમાં આગામી ચૂંટણી જીતવા માટે મેદૃાનમાં ઉતરશે. આ દરમિયાન તેમણે કહૃાુ હતુ કે, ગુજરાતના રસ્તાઓ સારા રહૃાા નથી. પહેલા એવું કહેવાતું હતું કે રાજસ્થાનના રસ્તા સારા નથી, હવે પરિસ્થિતિ વિપરિત થઈ ગઈ છે.રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે. રાજસ્થાન જેવી સ્વાસ્થ્ય યોજના વિશ્ર્વમાં ક્યાંય નથી. જો ૨૦૨૨માં કૉંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો રાજસ્થાન સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં પણ લાગૂ કરવામાં આવશે. ગુજરાતમાં રાઇટ ટુ હેલ્થ મોડલ લાગૂ કરાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે વિચારણાં ચાલી રહી છે ત્યારે માનવામાં આવી રહૃાું છે કે સોનિયા ગાંધી દ્વારા અશોક ગેહલોતનો સંપર્ક કરાયો છે અને તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની તૈયારી શરૂ કરાઈ છે. જો કે અશોક ગેહલોતે આ મુદ્દે કહૃાું કે , હાલ તેમને જે જવાબદૃારી સોંપાઈ છે તે નિભાવી રહૃાાં છે. ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસની સત્તા લાવવાનો આ ગોલ્ડન ચાન્સ છે. જેને કોંગ્રેસ છોડી જવું હોય એને જવા દૃો. ભૂતકાળમાં પણ રાજાઓ અંગ્રેજો સાથે જોડાઈ ગયા હતા. ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ ઈડીનો ઉપયોગ ચૂંટણીના સમયે કરશે. એનાથી ગભરાવાની જરૂર નથી. કોંગ્રેસની િંહમ્મત એમના કાર્યકર્તા છે. ભાજપ ઈડીનો ઉપયોગ ‘ઈલેક્શન ડીપાર્ટમેન્ટ તરીકે કરી રહી છે. ભૂતકાળમાં પણ આઝાદૃીની લડાઈમાં કેટલાંક લોકો અંગ્રેજો સાથે જોડાયા હતા અત્યારે પણ અંગ્રેજોની વિચારધારાને અનુસરનારા લોકો ધાકધમકી સહિતના હથકંડાઓ અપનાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા લોકોને તોડી રહી છે.રાજ્યસભાના સાંસદ કે સી વેણુગોપાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાત મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદ દરમિયાન ગેહલોતે જણાવ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની વિખ્યાત મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરાશે. કોંગ્રેસ ૧૫ સપ્ટેમ્બર પહેલાં જ ઉમેદવારોની પ્રથમ યાદૃી જાહેર કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી પાંચ સપ્ટેમ્બરે ગુજરાત આવશે.