રાજસ્થાનમાં સરકારે હવે દૃર મહિને ૧૦૦ યુનિટ મફત વીજળી આપશે રાજધાની દિૃલ્હીમાં મફત વીજળી આપવાનો ટ્રેન્ડ વર્ષો જૂનો

નવીદિૃલ્હી,તા.૦૨
રાજસ્થાનમાં સરકારે હવે દૃર મહિને ૧૦૦ યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ સિવાય સરકારે એવી પણ જાહેરાત કરી છે કે જો કોઈ પરિવાર ૧૦૦ યુનિટથી વધુ વીજળીનો ઉપયોગ કરે છે, તો તેણે ૧૦૦ યુનિટ સિવાયના બાકીના યુનિટ પર ફિક્સ ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ અને અન્ય તમામ ચાર્જ ચૂકવવા પડશે નહીં. રાજસ્થાન સહિત દૃેશના ૨૭ કેન્દ્રશાસિત પ્રદૃેશ અને રાજ્ય વીજળી પર સબસિડી આપી રહૃાા છે. એક રિપોર્ટ અનુસાર, આ તમામ રાજ્યો મળીને વીજળી સબસિડી પર ૧.૩૨ ટ્રિલિયન રૂપિયાનો ખર્ચ કરી રહૃાા છે. આ રાજ્યોમાં દિૃલ્હી, મધ્યપ્રદૃેશ, રાજસ્થાન અને કર્ણાટક ટોચ પર છે. આ રાજ્યોની સરકારો વીજળી સબસિડી પર લગભગ ૪૯ હજાર રૂપિયા ખર્ચી રહી છે. મોટી વાત એ છે કે જે રાજ્યો વીજળી સબસિડી આપે છે તેમના પર વીજ ઉત્પાદૃન કંપનીઓ એક લાખ કરોડથી વધુની બાકી છે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પણ આ રાજ્યોને વીજ કંપનીઓના બાકી લેણાં ચૂકવવા કહૃાું હતું. રાજધાની દિૃલ્હીમાં મફત વીજળી આપવાનો ટ્રેન્ડ વર્ષો જૂનો છે. રાજ્યમાં ૨૦૧૮-૧૯ અને ૨૦૨૦-૨૧ વચ્ચે સબસિડી ખર્ચમાં ૮૫ ટકાનો વધારો થયો છે. સરકાર વર્ષ ૨૦૧૮-૧૯માં સબસિડી પર ૧,૬૯૯ કરોડ રૂપિયા ખર્ચી રહી હતી. જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧માં સરકાર પર વીજળી સબસિડીનો બોજ વધીને ૩૧૪૯ કરોડ થઈ ગયો. એમપી સરકારે ૨૦૧૮-૧૯ અને ૨૦૨૦-૨૧ વચ્ચે વીજળી સબસિડી પર ૪૭ હજાર ૯૩૨ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જો કે, હવે સરકાર પર સબસિડી ખર્ચનો બોજ વધી ગયો છે, કારણ કે સરકાર ખેડૂતોને વીજળી સબસિડી આપવા પાછળ વધારાના ૧૬ હજાર ૪૨૪ કરોડ રૂપિયા ખર્ચી રહી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં સબસિડી અંગે સરકાર દ્વારા કરાયેલી નવી જાહેરાતોથી રાજ્યનું વીજળી સબસિડીનું બજેટ વધીને ૨૨ હજાર ૮૦૦ કરોડથી વધુ થઈ ગયું છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. અહીં ગેહલોત સરકારે જનતાને દૃર મહિને ૨૦૦ યુનિટના વીજળી બિલ પર મોટી રાહત આપી છે. પરંતુ રાજ્યમાં વીજળી પર સબસિડી આપવાની જાહેરાત નવી નથી. રાજસ્થાન સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સબસિડી પર ૪૦ હજાર ૨૭૮ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. નવી જાહેરાતોથી સરકાર પરનો બોજ વધુ વધવાનો છે. ડિસ્કોમને રાજસ્થાનમાં પાવર કંપનીઓના ૪ હજાર ૨૦૧ કરોડ દૃેવાના બાકી વીજળી સબસિડી આપનારા અન્ય રાજ્યો કયા છે?ગોવા, કેરળ, સિક્કિમ, ત્રિપુરા, મણિપુર, તેલંગાણા, મેઘાલય, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદૃેશ, હિમાચલ અને પંજાબ રાજ્યોનો સમાવેશ થાય છે.