રાજસ્થાન રોયલ્સના  એન્ડ્ર્યુ ટાઇ ઓસ્ટ્રેલિયા જતા પહેલાં કહૃાુ ભારતમાં લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી અને આઇપીએલમાં કરોડોનો ખર્ચો!

ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર એન્ડ્ર્યુ ટાઇએ આઇપીએલ ૨૦૨૧ને અધ વચ્ચેથી છોડીને ઓસ્ટ્રેલિયા જતા પહેલા મોટુ નિવેદન આપ્યું છે. તેમણે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું કે જ્યારે ભારતમાં આરોગ્યની આટલી મોટી સમસ્યા છે ત્યારે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં આટલી મોટી રકમ કેવી રીતે ખર્ચ કરી રહી છે. ટાઇએ કહૃાું કે, જો કોવિડ -૧૯ રોગચાળાથી પીડાતા લોકોનું લીગથી તાણ ઓછું થતુ હોય તો અથવા આશાનું કિરણ સામે આવતું હોય તો તે ચાલુ રાખવી જોઈએ.

એન્ડ્ર્યુ ટાઇએ કહૃાું, ભારતીય દ્રષ્ટિકોણથી તેને જુઓ તો આ કંપનીઓ અને ફ્રેન્ચાઇઝી, સરકાર એવા સમયે આઈપીએલ પર આટલા પૈસા ખર્ચ કરી રહી છે જ્યારે દેશના લોકો હોસ્પિટલ મેળવવા માટે અસમર્થ છે, તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહૃાું કે, જો રમતનું ચાલુ રાખવાથી લોકોનો તણાવ દૂર થતો હોય અથવા આશાની ઝલક જોવા મળતી હોય,જેમ સુરંગની બીજી તરફ પ્રકાશ હોય છે. જો આમ હોય તો તો મને લાગે છે કે તે ચાલુ રાખવી જોઈએ.

તેમણે કહૃાું, પરંતુ હું માનું છું કે દરેક લોકો એક સરખુ વિચારતા નથી હોતા અને હું દરેકના મંતવ્યોનો આદર કરું છું. તેમણે કહૃાું આઈપીએલમાં ખેલાડીઓ સલામત છે, પરંતુ તેમના મનમાં સવાલ રહે છે કે તેઓ ક્યાં સુધી સલામત રહેશે. આ ૩૪ વર્ષીય ખેલાડીએ ભારતમાં કોરોના કેસ વધવાના કારણે પોતાના દેશમાં પ્રવેશ નિષેધની આશંકાએ આઈપીએલ વચ્ચેથી જ છોડી દીધી.

એન્ડ્ર્યુ ટાઇએ જણાવ્યું હતું કે તેમના વતન પર્થમાં ભારતથી જતા લોકોના વધતા જતા ક્વોરેન્ટાઇન કેસોને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. ટાયએ હજી સુધી રાજસ્થાન રોયલ્સ માટે એક પણ મેચ રમી ન હતી અને એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આનાં ઘણાં કારણો છે, પરંતુ મુખ્ય કારણ એ છે કે પર્થમાં ભારતથી પરત ફરતા લોકો માટે હોટેલોમાં ક્વારન્ટાઈન કેસોમાં વધારો થયો છે. પર્થ સરકાર પશ્ર્ચિમ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશતા લોકોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.