રાજસ્થાન રોયલ્સે શ્રેષ્ઠ ક્રિકેટર પૂછતાં જાડેજાએ પોતાને જ શ્રેષ્ઠ બતાવ્યો

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રવિન્દ્ર જાડેજા ઘાયલ થયો હતો અને હવે તે ઇજામુક્ત બની ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવાનો પ્રયત્ન કરી રહૃાો છે. રાજસ્થાન રોયલ્સે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી હતી. જેમાં ફ્રેન્ચાઈઝીએ ૨૦૨૫માં વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર કોણ હશે ? તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં જાડેજાએ શાનદાર રિએક્શન આપ્યું હતું.

જાડેજાએ આ પોસ્ટ પર જવાબ આપતાં કોઈ અન્ય ક્રિકેટરનું નામ લેવાના બદલે ખુદનું નામ લીધું ને કહૃાું કે ૨૦૨૫માં તે સર્વશ્રેષ્ઠ ક્રિકેટર હશે. જાડેજાની આ કમેંટ બાદ રાજસ્થાન રોયલ્સના એડમિને તેને પિન કરી હતી અને કહૃાું કે, ચર્ચા અહીંયા જ ખતમ થાય છે.

જાડેજા ઓસ્ટ્રેલિયામ સામે સિડની ટેસ્ટમાં રમ્યો હતો. જે બાદ અંતિમ ટેસ્ટ રમી શક્યો નહોતો. બ્રિસ્બેનમાં રમાયેલી અંતિમ મેચ જીતીને ભારતે શ્રેણની ૨-૧થી કબ્જે કરી હતી. સિડની ટેસ્ટ ડ્રો ગઈ હતી અને તેમાં જાડેજાએ શાનદાર દેખાવ કર્યો હતો. જાડેજાએ પ્રથમ ઈનિંગમાં ૪ વિકેટ લીધી હતી અને નોટ આઉટ ૨૮ રન બનાવ્યા હતા.