રાજા મહારાજાઓ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા : વિજય એકાદશીનુ મહત્વ પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણમાં જોવા મળે છે

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ શુભ રહે.
કર્ક (ડ,હ) :સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.
સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ,ણ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
તુલા (ર,ત) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા .
વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત સાથે મતભેદ નિવારવા પડે.
મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.
કુંભ (ગ ,સ,શ) :નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે.

 

આગામી મંગળવારને 9 માર્ચના રોજ વિજ્યા એકાદશી આવી રહી છે. આપણે સૌ જીવનમાં દરેક ક્ષેત્ર માં સફળતા મેળવવા ઇચ્છતા હોઈએ છીએ અને આજના સ્પર્ધાત્મક યુગમાં વિજય પ્રાપ્ત કરવો એ એક પડકારરૂપ છે. આજ ના જીવનમાં દરેક વ્યક્તિ ક્ષણે ક્ષણ એક યુદ્ધ અનુભવી રહ્યો છે. સ્વયંની ઇન્દ્રિય થી લઈને શત્રુ પર એમ બધે વિજય મેળવવો અનિવાર્ય બને છે. અને તેથી જ મહા માસમાં આવતી આ વિજયા એકાદશીના વ્રતનું મહત્વ વધી જાય છે કેમ કે આ એકાદશી વિજય અપાવનારી છે. પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજાઓ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા. વિજય એકાદશીનુ મહત્વ પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણમાં જોવા મળે છે એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે. પ્રભુ શ્રી રામે પણ લંકા પર ચડાઈ પહેલા આ વ્રત કરેલું. વિજયા એકાદશીનુ મહાત્મયને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે.આ ઉપરાંત વિજયા એકાદશીનુ વ્રત રાખવાથી મનુષ્યનુ આત્મબળ પણ વધે છે.વિજયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ અને કષ્ટોનો નાશ થાય છે અને બધી મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે.