રાજા સૂર્ય હાલમાં શુક્ર પાસે થી વિશેષ કામ લઇ રહ્યા છે

તા. ૧૯.૧૦.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ આસો વદ નોમ, પુષ્ય   નક્ષત્ર, સાધ્ય   યોગ, વણિજ   કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) :  આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ)            : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા  રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત)  તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત  થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ શુક્ર જયારે અસ્તના બને છે ત્યારે સીને જગત અને શો બિઝનેસ અને ઉચ્ચ પદે બિરાજમાન સ્ત્રીઓ અને સ્ત્રી કલાકારોને મુશ્કેલી આવતી જોવા મળે છે વળી આત્મહત્યાના બનાવો પણ વધે છે તે મુજબ અનેક ઘટનાઓ સામે આવી રહી છે વળી અત્રે લખ્યા મુજબ જયારે શુક્ર અસ્તના બને ત્યારે તે રાજા સૂર્યની ફરજ બજાવતા હોય છે માટે તેનો મૂળ સ્વભાવ ભૂલી રાજાના કામમાં લાગી જાય છે આ મુજબ સાઉથ કોરિયાનું પ્રખ્યાત પૉપ બેન્ડ બીટીએસ જે તેના સંગીત માટે પ્રખ્યાત છે એટલે કે તેનું કાર્ય શુક્રને લગતું છે તે બહુ જલ્દી ત્યાંનું આર્મી જોઈન કરશે એટલે કે સરકારની સેવામાં લાગશે જે ઉદાહરણ અગાઉ લખેલા શુક્ર અને સૂર્યના ઉદાહરણને સંપૂર્ણ ફિટ બેસે છે કેમ કે સૂર્ય એ  સરકાર છે અને હજુ પણ એવા ઘણા ઉદાહરણ જોવા મળશે જેમાં શુક્ર એટલે કે કલાકારો, સીને જગત, શો બિઝનેસ અને તેને લાગતો મહિલા વર્ગ કોઈને કોઈ રીતે સરકારના કાર્યમાં સહાયભૂત થતો જોવા મળશે કેમ કે રાજા સૂર્ય હાલમાં શુક્ર પાસે થી વિશેષ કામ લઇ રહ્યા છે જેને અપને ઓફિસર ઓન સ્પેસીઅલ ડ્યુટી કહી શકીએ. દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આનંદ ઉલ્લાસની સાથે સાથે આપણે શક્તિ સાધનાનો પણ વિચાર કરી શકીએ કેમ કે નવા વર્ષના આ દિવસો આગામી વર્ષ માટેની હકારાત્મક ઉર્જા મેળવવા માટેના હોય છે.