રાજુલાથી મુંબઈ બાંદ્રા રેલ્વે ટ્રેન શરૂ કરવા રજુઆત

  • રાજુલા ચેમ્બર પ્રમુખ, જાફરાબાદ ચેમ્બર પ્રમુખ, મુંબઈ દહીસર ગુજરાતી સમાજના પ્રમુખ દ્વારા રજુઆત

રાજુલા,
સૌરાષ્ટ્રમાં રેલવે તંત્ર ઘોર અન્યાય થયો હોય તેમ રાજુલા વિસ્તારમાં રાજુલા સીટી એટલે રેલવે. દરિયા કિનારા નું છેલ્લું સ્ટેશન હતું ગામ નાનું હતું પરંતુ રાજુલા સીટી રેલ્વે ના કારણે નામ પડ્યું હતું રાજુલા 25 વર્ષ પહેલા અહીં રેલ્વે ધમધમતી હતી અહીં રેલ્વે સ્ટેશન છે રહેવા માટેના સરકારી ક્વાટર્સ એ રેલવેના પાસે જુનું રેલ્વે સ્ટેશન છે નવું રેલ્વે સ્ટેશન છે વળી ઈલેક્ટ્રીક લાઈન પણ. કરોડોના ખર્ચે સે નાખવામાં આવી છે અને તેનું ટેસ્ટિંગ પણ થઇ ગયું છે માત્ર અહીં રોજની 25 જેટલી માલવાહક ગાડીઓ થી પીપાવાવ પોર્ટ ધમધમે છે રેલવે તંત્રને પીપાવાવ પોર્ટ માલવાહક ગાડી થી વ્યક્તિ કમાણી કરોડોમાં કરે છે પરંતુ રેલવેની સુવિધા મુસાફર ટ્રેન ની આપવામાં ઠાગાઠૈયા કરે છે પણ સ્થાનિક લોકોને કોઈ જ રેલવેની સુવિધા મળતી નથી માત્ર રાજુલામાં માલવાહક ટ્રેનની વ્હીસલ સંભળાય છે અને પ્રદુષણ ફેલાય છે હજુ પણ રેલવે તંત્ર દ્વારા રેલવેટેશન આજુબાજુ જમીન રેલવેની કબજે કરવા માટે એક માસ પહેલા બાઉન્ડ્રી માટેના ખાડા ખોદી નાખવામાં આવ્યા છે માત્ર આ કરોડો રૂપિયાની જમીન કીમતી છે . કરોડોની જમીનનો કબજો આજે પણ રેલવેતંત્ર હસ્તક આજે પણ છે રેલવે નું બસ સ્ટેન્ડ પણ રાજુલા શહેરમાં આવેલું છે તેમજ નવું પણ માલવાહક ગાડી માટે આધુનિક બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક અલ્ટ્રાટેક કંપની પીપાવાવ પોર્ટ તથા રિલાયન્સ ડિફેન્સ નર્મદા કંપની પાવર પ્લાન્ટ સિન્ટેક્ષ જીએસપીસી પાવર પ્લાન સોલાર પાવર તથા યચબન કંપની તથા સ્વાન એનર્જી માં કામ કરતા 25000 જેટલા શ્રમિકો આ વિસ્તારમાં આવન-જાવન રહેશે તેમજ મુંબઇમાં પણ રાજુલા પંથકના અને ગુજરાતી લોકો રહેણાંક બન્યું છે જેના કારણે રાજુલા બાંદ્રા ટ્રેન શરૂ થાય તો પુરતો ટ્રાફિક પણ મળે તેમ છે અને આ ટ્રેન શરૂ કરવામાં આવે તો અહીં રેલવે તંત્રની તમામ સુવિધાઓ પણ તૈયાર પડી છે રાજુલા બાંદ્રા મુંબઈ રેલવે ટ્રેન શરૂ થાય તો કાયમી અહીંથી ટ્રાફિક મળે તેમ છે કારણ કે અહીંથી રોજની 20 જેટલી દીવ ઉના રાજુલા પ્રાઇવેટ વોલ્વો એસ.ટી પ્રાઇવેટ રોજ ઉપડે છે અને ખાનગી બસ ચાલકોને ઘી-કેળા છે રેલવે મંત્રીએ અઠવાડિયામાં બે વાર રાજુલા બાંદ્રા ટ્રેન શરૂ કરવામાં આવે તો પુરતો ટ્રાફિક મળતો તેમાં કોઈ શંકાને સ્થાન નથી આટલા બધા ઉદ્યોગો . આંતરરાષ્ટ્રીય મજૂરો કર્મચારીઓ ખૂબ જ આવન-જાવન છે અગાઉના વર્ષો પહેલા ટ્રેન સેવાનો લાભ મળતો હતો જેના કારણે અહીં રેલવે સ્ટેશન તૈયાર છે કર્મચારીને રહેવા માટેના રહેણાક બિલ્ડિંગો પણ શોભાના ગાંઠિયા જેમ પડ્યા છે પ્લેટફોર્મ પુરાણું પણ છે અને નવું પણ છે માત્ર એક ટ્રેન કેન્દ્ર સરકાર ફાળવે તેવી રજૂઆત આ વિસ્તારના સૌરાષ્ટ્ર આગેવાન રાજુલા ચેમ્બર જાફરાબાદના ચેમ્બર પ્રમુખ શ્રી હર્ષદભાઈ મહેતા બકુલભાઈ વોરા અને મહારાષ્ટ્ર મુંબઈ દહિસર ગુજરાતી સમાજના પ્રમુખ મનુભાઈ નાગેશ્રી વાળાએ રેલ્વે મંત્રી પીયૂષ ગોયલને ટ્વીટ કરી તેમજ પત્ર દ્વારા રજૂઆત કરી હતી ગત વર્ષે પણ રાજુલા મુંબઈ બાંદ્રા ટ્રેન શરૂ કરવા આ વિસ્તારની સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી પુર્વ સંસદ સભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર સહી તે અગાઉ રજૂઆતો કરી હતી ત્યારે હવે પુન રજૂઆત દોર શરૂ થયો છે ખાસ કિસ્સા તરીકે રાજુલા બાંદ્રા ટ્રેન શરૂ કરવા સમગ્ર સૌરાષ્ટ્ર ઉના મહુવા રાજુલા સાવરકુંડલા વિસ્તારમાંથી આમ જનતાને પણ ખૂબ જ માંગણી છે.