રાજુલાનાં અપહરણ અને પોક્સોનાં ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડયો

  • પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ભોગ બનનાર સાથે આરોપીને ઝડપી લઇ રાજુલા પોલીસને હવાલે કર્યો

રાજુલા,
અમરેલી,અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.125/2018 IPC 363, 366 તથા પોકસો કલમ-18 વિ.મુજબના ગુન્હાના કામે આરોપી રાહુલભાઇ ચીમનભાઇ ચૂડાસમા (દે.પૂ.) ઉ.વ.આશરે-વીસ વર્ષ ધંધો-મજુરી રહે-મૂળગામ-રાજુલા ઠે.મફતપરા વડલી જવાના કેડે તા.રાજુલા જી.નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે પાલનપુર મુકામેથી પકડી પાડેલ છે. આગળની ઘટતી કાર્યવાહી કરવા રાજુલા પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.