રાજુલાનાં એએસઆઇ મનુભાઈ મેંગળનું ચાલુ ફરજ દરમિયાન હાર્ટએટેકથી નિધન

રાજુલા,અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મનુભાઈ સુરીગભાઈ મેંગળ ઉ.45 ચાલુ ફરજ દરમ્યાન હાર્ટએટેક આવતા તાત્કાલિક સ્થાનીક હોસ્પિટલમાં ખસેડાયા અને દુ:ખદ અવસાન થતા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અધિકારીઓ દોડી ગયા અને શોકમય વાતાવરણ સર્જાયું ત્યારબાદ અહીં હોસ્પિટલમા પોલીસ કર્મી નું અવસાન થયાની જાણ થતા સ્થાનીક કોંગ્રેસ ઉમેદવાર અંબરીષ ડેર સહિત આગેવાનો પણ દોડી આવ્યા હતા અને ત્યારબાદ રાજુલા તાલુકાના વતન બાબરીયાધાર ખાતે તેમના પરિવાર અને પોલીસ સાથે બોડી લવાયા બાદ અહીં આખાય બાબરીયાધાર ગામમાં શોક છવાયો અને ઘરૂજીઁ હરેશ વોરા દ્વારા શહીદ પોલીસ ASI મનુભાઈ મેંગળને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવી આ સમાચાર બાદ સમગ્ર આહીર સમાજમાં પણ શોક છવાયો હતો અને અમરેલી જિલ્લા પોલીસ બેડામાં શોક છવાયો છે જ્યારે મનુભાઈ મેંગળ રાજુલા પી.આઈ.ના રાઈટર તરીકે ફરજ બજવતા હતા વર્ષોથી પોલીસ બેડામાં ફરજ બજાવી રહ્યા હતા અને પોલીસ તંત્રમાં કાગળ પરની કાર્યવાહીમાં પણ મનુભાઈની કામગીરી ખૂબ સારી અને મહત્વપૂર્ણ હતી જેના કારણે પોલીસ તંત્રમાં આજે અવસાન બાદ પોલીસને પણ મોટી ખોટ પડી છે.