રાજુલાનાં એસટી ડેપોમાં મોડી રાત્રે વોલ્વો બસનાં પ્રશ્ર્ને ભારે હોબાળો

રાજુલા,

રાજુલા એસ ટી ડેપો માં રાત્રી ની બસ દીવ ગાંધીનગર એ.સી વોલ્વો બસ માં જગ્યા બાબતે માંથાજિક થયા હોવાનું જાણવા મળેલ છેજ્યારે એક મહિના પહેલા પેસેન્જર રીજરવેશન કરાવેલ હોવા છતાં આ બસ માં જગ્યા ના મળતા આ પેસેન્જર આ બસ રોકેલી રાત્રી ના આ બસ બાબતે કોઈ જવાબદાર અધિકારી ઓ પણ જવાબ ના મળતા પેસેન્જર આ બસ ને બે કલાક રોકી હોવાના સતાવાર સમાચાર મળેલ છેઅંતે આ બાબતે પેસેન્જરો એ રાજુલા પોલીસને જાણ કરતા રાજુલા પોલીસ ડેપો પર દોડી આવેલી આ બાબતે પોલીસે તપાસ કરતા આ બસ પહેલા દીવ અમદાવાદ હતી જેને દીવ ગાંધીનગર લંબાવતા ટ્રીપ કોડ ચેન્જ થતા આ ઘટના બનવા પામેલ તેવું જાણવા મળ્યું અંતે આ પેસેન્જરને ના છૂટકે પ્રાઇવેટ વાહન બાંધી અને જવું પડ્યુંટ્રીપ કોડ કે રૂટ ચેન્જ થયો હોય તો પ્રવાસીઓને જાણ કરવાની જવાબદારી કોની ?શું આ બાબતે એસ.ટી જવાબદાર અધિકારીઓ સામે પગલા લેશે ખરી ઉઠ્યા અધિકારી સામે પ્રશ્નો ?