રાજુલાનાં કાતર ગામનાં 14 લોકોને બારોબાર છોડી દેવાતા સરપંચે રાજીનામાની ચીમકી આપી

રાજુલા,રાજુલા તાલુકાના કાતર ગામ ના સરપંચ અમરીશભાઈ વરુએ કલેકટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આજરોજ અમારા ગામના ચૌદ વ્યક્તિ વહુ કાતર મુકામે આવેલા જેને ર્બિીહૌહ માટે ખાંભા લઈ જવામાં આવેલ હતા ત્યાંથી મને ફોન પણ આવેલો કે તમે સહી કરી અને આ લોકોને લઈ જાવ પરંતુ જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યાં આ લોકોને બારોબાર છોડી મુકવામાં આવ્યા હતા ત્યારે મેં અધિકારીને રજૂઆત કરતાં િીબરચયિી મામલતદાર સોરઠીયા ઉત્તર ભર્યું વર્તન કરી અને તમારે ચેકઅપ માટે રાજુલા લઈ જવા પડે તેવા બહાના કાઢે અને લોકોને બારોબાર છોડી દેતા લોકો પણ રજૂ કર્યા હતા આ બાબતે પ્રાંત કલેકટર રાજુલા તેમજ તાલુકા વિકાસ અધિકારી રાજુલા તમને પત્ર પાઠવીને રજુઆત કરી છે. અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે માંગણી કરી છે આગામી બે દિવસમાં આ અધિકારી સામે કોઈ પગલાં નહીં ભરાય અને અહીં આવતા લોકો સામે કોઇ કોઇ જ કાર્યવાહી નહીં થાય તો ન છૂટકે મારે સરપંચ પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતીઅત્રે નોંધનીય બાબત છે કે કાતર ગામ ના અસંખ્ય લોકો હાલ સુરત થી આવી રહ્યા છે ત્યારે ખાંભા કોર્ટ સેન્ટરમાં મામલતદાર દ્વારા આવા ઉતર્યા વર્તન થતાં આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ આવતા લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે અને સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે ઉચ્ચ સ્તરેથી કોઈ પગલાં ભરવામાં આવે તેવી ગ્રામજનો પણ માંગણી ઉઠાવી રહ્યા છે અને સરપંચ સરપંચ પદેથી રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારી છે ત્યારે હવે ઉચ્ચ સ્તરેથી પગલાં ભરાય છે કે કેમ તે જોવું રહ્યું.