રાજુલાનાં કાતર ગામે સિંહોનો આતંક

  • રાતે 10 વાગે સિંહોએ ગામમા ઘુસી એક પશુનો શિકાર કરી મિજબાની માણી

રાજુલા,અમરેલી જિલ્લા માં સિંહો ની સંખ્યા વધુ રહી છે તેની સામે વનવિભાગ ની નિષ્ક્રિયતા પણ વધી રહી છે જેના કારણે લોકો માં રોષ જોવા મળી રહ્યો છે રાજુલા ના કાતર ગામ મા સિંહો રાત પડે અને ગામ ની અંદર પ્રવેશ કરે છે જયારે અહીં ખેડૂતો ના પશુ સહીત લોકો માં દોડધામ મચી જાય છે સિંહો શિકાર ની શોધ માં દરોજ નિયમિત આ ગામ માં આવે છે ગઈ કાલે રાતે 2 સિંહો ગામ મા ઘુસી ગયા અને મોડી રાતે 1 રેઢીયાર પશુ નો શિકાર કર્યો અને ગામ માં રાત ભર સિંહો ના આંટાફેરા વધી રહ્યા છે સ્થાનિક ખેડૂતો ખેતી કામ કરવા રાત્રી ના સમયે ડરે છે જયારે મહત્વ ની વાત એ છે પશુ નો શિકાર થયો છતાં હજુ સુધી વનવિભાગ પોહ્ચ્યું નથી અને પેટ્રોલિંગ ના આભાવે વધુ રોષ જોવા મળી રહ્યો છે અહીં ગ્રામજનો ની માંગ છે વનિવભાગ સિંહો ગામ માં ઘુસી જાય છે તેવા સમયે પેટ્રોલિંગ રાખી વનવિભાગ ના અધિકારી સામે ગામ ભુપતભાઇ સાભડ દ્વારા નારાજગી વ્યક્ત કરાય રહી છે .