રાજુલાનાં કોવાયા નજીકથી સિંહનાં મૃતદેહ મામલે વનવિભાગ અજાણ?

  • કોહવાયેલ હાલતમાં મળી આવ્યો સિંહનો મૃતદેહ : બીમારીના કારણે સિંહનુ મોત હોય શકે

રાજુલા,
શેત્રુંજી ડીવીઝન હેઠળ ના આજે તમામ ટ્રેકરો વિવિધ માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે તેવા સમયે રાજુલા રેન્જ મા કોવાયા સાકરીયા વિસ્તાર મા સિંહ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે અહીં રાજુલા ના કોવાયા સાકરીયા વિસ્તાર મા બાવળ ની કાટ વિસ્તાર માથી કોહવાયેલ હાલત મા સિંહ નો મૃતદેહ મળી આવ્યો છે એશિયાટિક સિંહ ગુજરાત ની આનબાન શાન સમા સિંહો ની સુરક્ષા મા વનવિભાગ ની ગંભીર બેદરકારી સામે આવી રહી છે અહીં પેટ્રોલિંગ ના અભાવે કેટલાય દિવસ થી મૃતદેહ રજળતો હોવાનુ દ્રશ્યો જોતા લાગી રહ્યુ છે પરંતુ મહત્વ ની બાબત એ છે આટલી મોટી ગંભીર ઘટના વિશે વનવિભાગ હજુ પણ અજાણ હોવાનુ ગાણુ ગાય રહ્યા છે સ્થાનિક વનવિભાગ જાણે કશુ જ બન્યુ ન હોય તેવુ માની રહ્યા છે જોકે ડી.સી.એફ એ આ મામલે ગંભીરતા પૂર્વક તપાસ કરવા ની વાત કરી હતી પરંતુ સ્થાનિક વનવિભાગ દ્વારા આ ઘટના વિશે ઢાંક પીછુડો થતો હોવાનુ મનાય રહ્યું છે હાલ મા ટ્રેકરો ની ગેર હાજરી વચ્ચે વનવિભાગ ના આર.એફ.ઓ સહિત ફોરેસ્ટરો ની ફિલ્ડ મા ગેર હાજરી ના કારણે મૃતદેહ કોહવાયેલો હોવાનુ મનાય રહ્યુ છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ રાજુલા રેન્જ મા તપાસ ના આદેશ આપયા હોવાનુ મનાય રહ્યુ છે.