રાજુલાનાં કોસ્ટલ બેલ્ટમાં એશિયાટિક સિંહો અસુરક્ષિત : વધુ 1 સિંહનું નદી કાંઠે મોત થયું

  • 1 માસમાં 3 સિંહના મોતથી સુરક્ષા સામે ફરી સવાલો ઉઠ્યા..!!

રાજુલા,
અમરેલી જિલ્લા માં આવેલ રાજુલા પંથક માં સિંહો ના મોત નો સિલસિલો યથાવત રહ્યો છે અગાવ પ્રથમ પીપાવાવ રેલવે ટ્રેક પર સિંહ નું મોત થયા પછી પીપાવાવ નું ઉત્સવ પાર્કિંગ માં ટ્રેલર હડફેટે સિંહ નું મોત થયું આજે વધુ 1 સિંહ (પાઠડા) નુ મોત થયુ છે જેની 1 થી 3 વર્ષ હોવાનું વનવિભાગ નું અનુમાન છે આજે રાજુલા બૃહદગીર રેન્જ માં આવેલ ધારાનાનેશ ગામ નજીક આવેલ ધાતરવડી નદી કાંઠે સિંહ નો મૃત્તદેહ મળી આવ્યો જયારે વનવિભાગ ઘટના સ્થળે પોહ્ચ્તા વનવિભાગ પણ ચોકી ઉઠ્યું અન્ય સિંહ ના ગ્રુપ એકઠા થતા ઇન્ફાઇટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ઇન્ફાઇટ ના કારણે સિંહ નું આખું મોઢું ખવાયું છે જયારે ઇન્ફાઇટ માં સિંહો ની ધમાલ બરાબર ની સર્જાય હતી જયારે વનવિભાગ ના સૂત્રો પાસે થી જાણકારી પ્રમાણે અન્ય રેન્જ અથવા અન્ય રેન્જ નો નર સિંહ આ વિસ્તાર મા આવ્યો હોય શકે જેના કારણે ઇન્ફાઇટ સર્જાય હોય ત્યારે આજે ત્રીજા સિંહ ના મોત થી સિંહો અસુરક્ષિત હોવાના સવાલો ઉઠી રહ્યં છે એશિયાટી સિંહ ગુજરાત ની આનબાન શાન થી ઓળખતા સિંહો ની હવે માઠી દશા હોય તેમ સિંહ ના મોત વધી રહ્યા છે જયારે રાજુલા જાફરાબાદ પંથક માં સિંહો ની સંખ્યા વધી રહી છે અને મહત્વ નો સ્ટાફ પણ ઘટી રહ્યો છે જેના કારણે સિંહો સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે.