રાજુલાનાં ખંડણી કેસની તપાસ ડીવાયએસપી શ્રી હરેશ વોરાને સોંપાઇ

અમરેલી,(ક્રાઇમ રિપોર્ટર)
રાજુલા તાલુકાના પીપાવાવ મરીન વિસ્તારમાં લોક દરબાર દરમિયાન કોવાયા ગામની ખાનગી કંપનીનાં કોન્ટ્રાક્ટરની ફરિયાદ પરથી ખંડણી ઉઘરાવતા અને વ્યાજ વટાવ જેવા ગુનામાં સંડોવાયેલ ભગવાનભાઇ ટપુભાઇ વાઘ, બાલુભાઇ વાજસુરભાઇ લાખણોત્રા, રામભાઇ ઉર્ફે રામભાઇ ટોપી રાજાભાઇ લાખણોત્રા, સુરેશભાઇ ભક્તિરામ અગ્રાવત, લક્ષ્મણભાઇ સાર્દુળભાઇ વાઘ, વિક્રમભાઇ સુમરાભાઇ લાખણોત્રા, દુલાભાઇ સાદુભાઇ લાખણોત્રા, દાનુભાઇ વિરાભાઇ નોળ, લાભુભાઇ બાલુભાઇ વાઘ મુળ જોલાપુર હાલ રહે. તમામ કોવાયા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી આ કેસમાં ગૃહ વિભાગ દ્વારા થયેલા આદેશને પગલે એસપીશ્રીહિમકરસિંહએ આ બનાવની તપાસ સાવરકુંડલાના ડીવાયએસપી શ્રી હરેશ વોરાને સોંપતા વ્યાજખોરો અને સબંધીતોમાં ફફડાટ ફેલાયો છે શ્રી વોરાએ જણાવ્યુ હતુ કે આ કેસમાં આરોપીઓ બીજે ક્યાંય સંડોવાયા છે કે કેમ તે અને તેની આર્થિક તપાસ કરવામાં આવશે.