રાજુલાનાં ખેરા ગામે માતા અને પાડોશીએ યુવાનની હત્યા કરી

અમરેલી, રાજુલા તાલુકાનાં મરીન પીપાવાવનાં ખેરા ગામે રહેતા સવજીભાઇ વિઠલભાઇ શિયાળ ઉ.વ.28 તેની મંદ બુધ્ધીની બહેનને પરેશાન કરતા હોય જેથી સારૂ નહીં લાગતા માતા દુધીબહેન વિઠલભાઇ શિયાળે લાકડાનાં ધોકા વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી મુના વશરામ બારૈયાએ પકડી રાખી મદદગારી કરી હત્યા નિપજાવ્યાની મૃતકનાં પત્ની પાર્વતીબેન સવજીભાઇ શિયાળે પીપાવાવ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.