રાજુલાનાં ચાંદલીયા ડુંગર નજીક ટેમ્પો બાઈક સાથે ભટકાતા પ્રૌઢનું મોત થયું

અમરેલી

રાજુલા ચાંદલીયા ડુંગર નજીક મારૂતિ સુઝુકી કંપનીના ટેમ્પો જી.જે. 14 ઝેડ 1792 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી રોન્ગ સાઈડમા ચલાવી ધીરૂભાઈ નાગજીભાઈ બાબરીયા ઉ.વ. 38 ના બાઈક સાથે ટેમ્પો ભટકાવી માથામા તેમજ હાથેપગે ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યું નિપજાવી બાઈક પાછળ બેઠેલ પુંજીબેન સોલંકીને જમણા પગમા ફેકચર કરી નાની મોટી ઈજાઓ કરી ટેમ્પો મુકી ચાલક નાસી ગયાની ઘનશ્યામભાઈ નાગજીભાઈ બાબરીયાએ રાજુલા પોલિસ મથકમાં ફરિયાદ.