રાજુલાનાં ડુંગરમાં જમીન પચાવી પાડનાર સામે લેન્ડગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરાવતા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા

રાજુલા,
રાજુલાના ડુંગરમાં જમીન પચાવી પાડનાર સામે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે અને એસપીશ્રી હિમકરસિંહની સુચનાથી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ઇકબાલ જમાલભાઇ ગાહાને પકડી પાડેલ છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા તથા એસપીશ્રી હિમકરસિંહએ જમીનો પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવા તંત્રને સુચના આપી હોય ડુંગર ગામની સર્વે નં.36 પૈકી 1 ની જમીન ડુંગરના ઇકબાલ જમાલભાઇ ગાહાએ પચાવી પાડેલ હોય જેમાં કલેકટરશ્રીના અધ્યક્ષતામાં રચાયેલ સીટની ટીમ દ્વારા લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહીનો હુકમ કરાતા મુળ ડુંગરના અને હાલ મુંબઇ રહેતા દિનેશભાઇ લાલજીભાઇ કાકલોતરની ફરિયાદ પરથી ઇકબાલ સામે ગુનો દાખલ કરી તેને પકડવા માટે ખાસ ટીમની રચના કરાઇ હતી જેમાં ડુંગરના પીએસઆઇ શ્રી યશવંતસિંહ ગોહીલ, એએસઆઇ દાદભાઇ ડવ, કમલેશભાઇ વાઢેર, એ.એ. ચૌહાણ અને કનુભાઇ મોભએ ઇકબાલને પકડી પાડેલ છે. આ બનાવની તપાસ સાવરકુંડલાના ડીવાયએસપીશ્રી કે.જે. ચૌધરી ચલાવી રહયા છે.