રાજુલાનાં ડુંગરમાં ઝાડ પરથી મોરનો મૃતદેહ મળ્યો

રાજુલા,
ડુંગર ગામે જૂની ગ્રામ પંચાયત ની જગ્યા માં પીપર ના પાંચ વર્ષ પહેલાં અનેક વૃક્ષ હતા ત્યારે સવાર સાંજ મોર-અને ઢેલો ના કલરવ થી ગામના વાતાવરણ માં અનેરી સુગંધ ભળી જતી હતી, હાલમાં આ જગ્યા પર એક જૂનું પીપર નું ઝાડ છે, અને અનેક મોર ત્યાં બેસેછે, પરંતુ હમણાં છેલ્લા ચાર દિવસ થી, એક મોર કોઈ બીમારી કે અન્ય કારણ સર આ ઝાડ ની ટોચ પર મૃત્યુ પામેલ છે, આપના રાષ્ટ્રીય પક્ષી નું મૃત્યુ થતા ગામના પશુ પક્ષી પ્રેમી લોકો માં દુ:ખ ની લાગણી પ્રસરી ગઈ છે.