રાજુલાનાં ડુંગર નજીક થયેલી લુંટનો આરોપી ઝડપાયો

  • પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઇ મુદામાલ કબ્જે લીધો

રાજુલા,
રાજુલા પોલીસ ટીમે લુંટ જેવા વણશોધાયેલ ગંભીર ગુન્હાના આરોપીને લુંટમાં ગયેલ મુદામાલ સાથે ગણતરીના કલાકમાં પકડી પાડેલ છે.ગત તા:-06/09/2020 ના રોજ ફરિયાદી રસુલશા અલ્લારખશા રફાઇ (ફકીર મુસ્લીમ) ઉ.વ.19 ધંધો મજુરી રહે.હીડોરણા પ્રા.શાળા બાજુમા તા.રાજુલા જી.અમરેલી વાળા એ ફરિયાદ લખાવેલ કે તેઓ તા.05/09/2020 ના રોજ બપોરના આશરે સાડા બારેક વાગ્યાના સમયે પોતાનું મોટર સાયકલ લઇને ડુંગર રોડ પર આવેલ આઇટીઆઇ બાજુ કામ અર્થે જતા હોય ત્યારે રાજુલા રેલ્વે સ્ટેશન પાસે આવેલ પારસ નામની ચાની હોટલના પાછળના ભાગે પહોચતા ત્યા તેને બે અજાણ્યા છોકરાઓ મળેલ ફરિયાદીને આઇટીઆઇ તરફ જતો હોવ તો લઈ જવાનું કહેતા ફરિયાદીએ તેમની મો.સા. પાછળ બેસાડેલ અને ્ૈૈંં તરફ જતા હોય ત્યારે ડુંગર રોડ પર આવેલ ફાટક પછી ઇંટુના ભઠ્ઠા પાસે આવાવરૂ જગ્યાએ આવેલ કાચા રસ્તે આરોપીઓએ ઉતરી જઈ ફરિયાદી પાસે ફોન કરવાના બહાને માંગતા ફરિયાદી ના કહેતા ફરિયાદી પાસેથી મો.સા.ની ચાવી પરાણે આંચકી લઈ બે ત્રણ ઝાપટો મારી ફરિયાદીનો મોબાઇલ પણ ઝુંટવી લઇ ફરીને ધકકો મારી નીચે પાડી દઇ મો.સા. તથા મોબાઇલ લઇ લુંટ કરેલ હોય ખાનગીરાહે મળેલ બાતમી હકિકત આધારે ઉપરોક્ત લુંટના ગૂન્હાના નીચે મુજબના આરોપી નાગજીભાઈ કમાભાઈ બાબરીયા ઉ.વ. 20 રહે. રાજુલા, વડનગર, તા. રાજુલા જી. અમરેલી ને લુંટમાં ગયેલ મુદામાલ સાથે ગણત્રીની કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ. તેમજ અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.