રાજુલાનાં ધાતર-2 ડેમના ત્રણ દરવાજા 0.15 મીટર ખોલાયા ખાખબાઇ અને હિંડોરણા સહિત સાત ગામોેને સાવચેત કરાયા

અમરેલી,
રાજુલા તાલુકાનાં ધાતરવડી-2 ડેમના ત્રણ દરવાજા પાણીની આવકનાં કારણે 0.15 મીટર ખોલવામાં આવેલ છે. જેના કારણે વહિવટી તંત્ર દ્વારા ડેમના નિંચાણવાળા નદી વિસ્તારમાં પ્રવેશ લોકોને ન કરવા ખાખબાઇ, હિંડોરણા સહિત સાત ગામના લોકોને સાવચેત કરવામાં આવેલ છેજ્યારે સુજરવડી ડેમમાં પાણીની આવક વધતા પ્રતિ સેકન્ડ 3244 ક્યુસેક ઓવરફ્લો થતા સાવરકુંડલા તાલુકાના દોલતી અને ઘાંડલા સહિતનાં ગામોને સાવચેત કરવામાં આવેલ છે.