રાજુલાનાં નાયબ મામલતદારની બદલી કરો : ધારાસભ્યશ્રી અંબરીશ ડેર

  • વાંરવાર રજૂઆતો કરવા છતા કોઈ પરિણામ નહિ : ધારાસભ્યએ ગંભીરતા પૂર્વક પત્ર પાઠવી રજુઆત કરી

રાજુલા,
રાજુલા મામલતદાર કચેરી મા નાયબ મામલતદાર કે.પી.ચાવડા ની વધતી જતી દાદાગીરી અને ગેર વર્તુણ ના કારણે 98 વિધાન સભા ના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આજે જીલા કલેક્ટર ને પત્ર દ્વારા રજુઆત કરી છે છેલ્લા કેટલાય સમય થી અરજદારો મામલતદાર કચેરી મા જાય છે અરજદારો દ્વારા ધારાસભ્ય સમક્ષ વાંરવાર રજૂઆતો આવતી હતી વર્તન ખુબજ અભદ્ર અને નિમ્ન કક્ષા નુ કોઈ સામાન્ય અને ગરીબ જ્યારે પોતાના રાશન કાર્ડ રીન્યુ કરાવવા સુધારો કરાવવા નામ કમી કરાવવા ચડાવવા તેમજ રાશન કાર્ડ એક્ટિવિટી કરાવવા સુધારો વેગેરે બાબત મા ગરીબ લોકો પાસે પોતાના ગામ માંથી અહીં પોહચવા ના પેસા પણ હોતા નથી તેવા સમયે આ અધિકારી ધક્કા ખવડાવી હેરાન પરેશાન કરે છે જ્યારે સ્થાનિક લેવલે કોઈ રજુઆત કરે તો તેની સામે ઉદ્ધાય ભર્યું વર્તન કરે છે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા જીલા કલેકટર ને પત્ર દ્વારા એવી પણ રજુઆત કરી છે કે જીલા ના અમુક અધિકારી ઓ પાસે થી સાંભળવા મળ્યુ છે કે નાયબ મામલતદાર કે.પી.ચાવડા ભૂતકાળ મા જયા સર્વિસ કરી છે ત્યાનો રેકોડ ખુબજ ખરાબ ખરાબ છે તે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિ ને કારણે સામાન્ય ગરિબ લોકો નુ શોષણ થાય છે અપમાન થાય છે તે ખુબજ નિંદનીય અને ગંભીર બાબત છે હું આપને આ વ્યક્તિ બાબતે છેલ્લા 6 મહિના થી મૌખિત રજુઆત કરી રહ્યો છું અને અત્યારે લેખિત રજુઆત કરી રહ્યો છું કે રાજુલા પુરવઠા શાખા મા ફરજ બજાવતા કે.પી.ચાવડા ને તાત્કાલિક ધોરણે રાજુલા થી અન્યત્ર બદલી કરવા મા આવે અને રાજુલા વિસ્તાર ને તેમના ત્રાસ માથી મુક્ત કરવા મા આવે તેવી રજુઆત કરી છે