રાજુલાનાં નાયબ મામલતદાર અને અરજદાર વચ્ચે શાબ્દિક ટપાટપીનો વિડીયો વાયરલ થયો

  • નાયબ મામલતદારે 30 દિવસનું કહ્યું અને અરજદારે લેખીત આપવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો
  • નાયબ મામલતદારે અરજદારને પિતા સામે તુકારા કરતા ગરમા ગરમી અરજદારે પણ નાયબ મામલતદારને વળતો તુકારો કર્યો : ખળભળાટ

રાજુલા,
રાજુલાનાં નાયબ મામલતદારે રેશન કાર્ડમાં નામ કમી કરવા 30 દિવસ થશે તેવું કહેતા અરજદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે તુતુમેમે સુધી મામલો તંગ થયો હતો. તે વિડિયો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જગાવી છે. આ અંગે ચર્ચાતી વિગતો મુજબ રાજુલા મામલતદાર કચેરી ખાતે આજે બપોરે ધારેશ્વર ગામ ના અરજદાર બાલુભાઈ વેકરીયા નામ ના અરજદાર રેશનકાર્ડ મા નામ કમી કરવા માટે મામલતદાર કચેરી પહોંચ્યા હતા તેવા સમયે નાયબ મામલતદાર કે.પી.ચાવડા અને અરજદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી જ્યારે અહીં ફરજ પર બેસેલા નાયબ મામલતદાર એ તમામ નીતિ નિયમો નેવે મૂકી અરજદાર સાથે ગેર વર્તુણ કરી હતી સમગ્ર ઘટના નો વિડ્યો અરજદાર દ્વારા કેદ કરી સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો જ્યારે નાયબ મામલતદાર એ અરજદાર ને બહાર નીકળવા માટે કહ્યું અને બરાબર ની અરજદાર સાથે બોલાચાલી થય હતી નાયબ મામલતદાર એ કહ્યું 30 દિવસે થાય અને અરજદાર એ કહ્યું 30 દિવસ એ થાય તો લેખિત આપો આ પ્રકાર ની બાબત મા નાયબ મામલતદાર ભારે રોષે ભરાયા હતા અને અરજદાર ને ધમકાવ્યા હતા અને મામલો બીચકી પણ ગયો હતો નાયબ મામલતદાર દ્વારા પોલીસ ને બોલાવવા ની પણ વિડીયોમા વાત કરી હતી અંતે મોડી રાત સુધી મા પોલીસ સ્ટેશન મા કોઈ અરજી આવેલ નથી માત્ર આ વિડ્યો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયોએ ખાસ્સી ચર્ચા જગાવી છે.

  • અરજદાર જગડાના મૂડમા હતા : નાયબ મામલતદાર ચાવડા

વાયરલ થયેલ વિડીયો અંગે સમગ્ર ઘટના મામલે નાયબ મામલતદાર કે.પી.ચાવડા નો સંપર્ક કરતા કહ્યુ હતુ અરજદાર કયલ અલગ મૂડ મા હતા અને જગડા ના મૂડ મા હતા કોરોના મહામારી ના કારણે દૂર રહેવા નુ કહ્યું હતું અને બોલવા લાગ્યા હતા

  • મારી સાથે દાદાગીરી કરી હતી : અરજદાર

અરજદાર બાલુભાઈ વેકરીયા નો સંપર્ક કરતા કહ્યું હતુ હુ ત્યાં ગયો એટલે મારી સાથે સીધી દાદાગીરી કરી હતી અભદ્ર ભાષા નો ઉપયોગ પણ કર્યો છે સરકારી અધિકારી આવો દૂર વ્યહાર કરે તે ચલાવી ન લેવાય આમ નાગરિક સાથે કેવુ વર્તન કર્યું તે વિડ્યો મા દેખાય છે