રાજુલાનાં બાલાપરનાં ખુન કેસમાં ચારને આજીવન કેદ

રાજુલા,જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ. શિયાળની ધારદાર દલીલ રાજુલા એડીશનલ સેશન્સ કોર્ટના જજ એસ.પી. ભટ્ટે મૌખીક દલીલ તથા દસ્તાવેજી પુરાવાઓ માન્ય રાખી આરોપીઓ હાથીભાઇ આલાભાઇ અરડુ રે. મચ્છુન્દ્રા વાળા, રામભાઇ વાસાભાઇ સત્યા, સુરાભાઇ કમાભાઇ સત્યા, કનુભાઇ ધનાભાઇ સત્યા રે.બાલાપર વાળાએ સને 2015 ની સામાં બાલાપર ગામે ખોડીયાર માતાજીના મંદીરે મારા મારીમાં ખુન થયેલ તેની ફરિયાદ ચાલી જતા તમામ આરોપીઓને આઇપીસીકલમ 302 ના ગુનામાં આજીવન કેદની સજા તથાચાર ચાર લાખનો દંડ દરેક આરોપીનેઆપીસી કલમ 114 નાગુનમાંઆજીવન કેદની સજા આઇપીસી કલમ 323 ના ગુનમાં એક વર્ષની સાદી કેદની સજા તથા એક એક હજારનો દંડ દરેક આરોપીને 324 ના ગુનામાં ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા પાંચ પાંચ હજારનો દંડ દરેક આરોપીને કલમ 504 ના ગુનામાંબે વર્ષની સાદી કેની સજા ગુજરનારના વારસદારોને વળતર પેટે રૂપીયા વીસ લાખ ચુકવવાનો હુકમ કરેલ છે.