રાજુલાનાં ભેરાઈ ગામનો બળાત્કારનો પોલીસે પકડેલ આરોપી પોઝિટિવ આવ્યો

રાજુલા,
રાજુલા તાલુકા ના ભેરાઈ ગામ નો મહુવા પોલીસ સ્ટેશન ના ગુન્હા મા નાસ્તો ફરતો હતો પોલીસ પાસે થી જાણવા મળતી વિગતો મુજબ ઘણા વર્ષો થી નાસ્તો ફરતો હતો થોડા દિવસ પહેલા મહુવા પોલીસ એ અટકાયત કરી હતી અને ત્યાર બાદ મહુવા મા સેમ્પલ લેવાતા કોરોના રિપોર્ટ પોજીટીવ આવતા રાજુલા વિસ્તારમા દોડધામ મચી ગઇ જોકે ઘટના ને પગલે પીપાવાવ મરીન પોલીસ આરોગ્ય વિભાગ સહિત ના લોકો ભેરાઈ દોડી ગયા હતા અને 5 થી વધુ ને હોમ ક્વોરેન્ટાઇન કર્યા છે સાથે સાથે આ આરોપી ઉપર ગુન્હો હોવા થી ભેરાઈ આવતો ન હતો અને અન્ય જીલા મા નાસ્તો ફરતો હતો જેના કારણે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે હાલ માં આ આરોપી ને ભાવનગર જીલા મા રખાયો છે પરંતુ તકેદારી ના ભાગ રૂપે તેમના પરિવારજનો ને હોમ ક્વોરેન્ટાઇન કર્યા છે સાથે સાથે કોઈ મોટી હિસ્ટ્રી નથી અને અમરેલી જીલા પોલીસ પણ તેમના સંપર્ક માં આવેલ નથી