રાજુલાનાં માર્કેટયાર્ડમાં ઘઉં-ચોખાનો જથ્થો પકડાયા બાદ 121 લોકોના નિવેદ લઇ કલેક્ટરને રીપોર્ટ સોંપાયા

  • માર્કેટયાર્ડ સુધી પહોંચાડનારા વ્યક્તિ કોણ ? તાકીદે ઉંડાણપૂર્ણક તપાસ કરવા લોક માંગણી

રાજુલા,
અમરેલી જિલ્લા માં રાજુલા પંથક માં ભૂતકાળ માં લાખો રૂપિયા ના અનાજ કૌભાંડો સગેવગે થઈ ચુક્યા છે અને ફરિયાદો પણ નોંધાય ચુકી છે પરંતુ તંત્ર મૂળ સુધી ગ્રાઉન્ડ પર પોહચી અટકી જતી હોવા ના કારણે ફરી અનાજ માફિયા શક્રિય થતા હોય છે જયારે અગાવ વર્ષો પહેલા પણ લાખો રૂપિયા નો અનાજ નો પુરવઠા નો જથો ઝડપાયો હતો ત્યાર બાદ તાજેતર માં અનાજ કૌભાંડ માં રાજુલા પંથક નું નામ મુખ્ય હતું અને 10 થી વધુ શંકાસ્પદ દુકાનો ને ત્યાં તપાસ કરી લેપટોપ સહીત ની ચીજ વસ્તુ તંત્ર દ્વારા કબ્જે લેવાયા હતી જયારે તપાસ દરમ્યાન મોટો પ્રદાફાશ થવા ની સૌવ કોઈ ને આશા હતી જેમાં પ્રથમ નાયબ મામલતદાર સામે ફરિયાદ નોંધી દીધી હતી અને ત્યાર બાદ તંત્ર મૂળ સુધી પોહચી ગયું હતું પરંતુ અચાનક તપાસ માં ઢીલાશ આવી ગઈ અને શંકાસ્પદ દુકાનો સામે ફરિયાદો પણ ન થઈ અને આગળ ની કાર્યવાહી પણ ના થઈ જેથી આમ પ્રજા માં નિરાશા જોવા મળી હતી ત્યાર બાદ દિવાળી પહેલા રાજુલા માર્કેટિંગ યાર્ડ માં શંકાસ્પદ ઘઉં ચોખા નો મોટા પ્રમાણ માં જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો જયારે તપાસ 2 દિવસ સુધી ચાલી હતી અને અહીં યાર્ડ માં 2 વેપારી નો આ જથ્થો હતો અને સીઝ કરી પૂછ પરછ પણ કરાય હતી જેમાં નિવેદન માં અહીં છુટા છુટા માણસો આ જથ્થો વેહ્ચાતો આપી ગયા ના શંકા ઉપજાવે તેવા નિવેદનો આપવા માં આવ્યા હતા જયારે મહત્વ ની વાત એ છે તંત્ર ને આ જથ્થો પુરવઠા નો હોવાની આશઁકા છે ત્યારે આ જથ્થો આટલો મોટો આવ્યો ક્યાં થી આ જથ્થો ક્યાં ક્યાં ગામો માંથી આવ્યો પુરવઠા વિભાગ ગ્રામ્ય વિસ્તાર ની રેશનિંગ ની દુકાનો પણ તપાસ કરી ઊંડાણ પૂર્વક તપાસ કરે તેવી લોક માંગણી હતી છે તાપસ ના અનાજ ની તપાસ ના અંતે ઢીલાશ ના કારણે લોકો માં નારાજગી ભર્યું વાતાવરણ અને તંત્ર સામે નિરાશા જોવા મળતી હોય છે સમગ્ર તપાસ જિલ્લા કલેક્ટર આયુષ ઓક ના નેતૃત્વ માં અને સીધી નજર સમક્ષ કરવા લોકો ની માંગણી ઉઠી છે .
જયારે પ્રથમ માર્કેટીંગ યાર્ડ માં આવેલ યાદી પણ તંત્ર દ્વારા મંગાવ્યા હતી જે રજીસ્ટર થયેલા નામો હોય તેના આધારે મામલતદાર ની ટિમ દ્વારા આશરે 121 નિવેદનો લેવાયા હતા ત્યાર બાદ સમગ્ર તપાસ નો રીપોર્ટ જિલ્લા કલેક્ટર ને કરી દેવાયો છે ત્યારે હવે શુ નિર્ણય લેવાય છે તેના પર સૌવ કોઈ ની મીટ છે તંત્ર એક્સન માં આવી મૂળ સુધી પોંહચશે કે કેમ તે સૌવ કોઈ સવાલો ઉઠાવી રહ્યા છે.

  • સેમ્પલ પણ લેવાયા છે : મામલતદાર

મામલતદાર કે.આર.ગઢીયા નો સંપર્ક કરતા કહ્યું આ જથ્થો પુરવઠા નો છે કેમ કેમ તેની માટે સેમ્પલ મેળવી એફસીઆઈ ખાતે મોકલી અપાયા છે અને જિલ્લા કલેકટર ને રિપોર્ટ કરી દીધી છે.

  • જિલ્લામાં સૌથી વધુ રાજુલા પંથકમાં કૌભાંડ ?

અમરેલી જિલ્લા માં અનાજ અને પુરવઠા નો જથ્થો શંકાસ્પદ અને ગેરકાયદેસર રાજુલા પંથક માં કેમ મળી આવે છે સૌવ થી વધુ અહીં તપાસ તંત્ર કરે છે પરંતુ તપાસ ના અંતિમ માં કોઈ ખાસ કારણ જાહેર કેમ નથી કરતા હાલ માં આ જથ્થો કાયદેસર છે કે કેમ સાથે મૂળ અનાજ કૌભાંડી ફરી શક્રિય થયા છે ?