રાજુલાનાં માર્કેટયાર્ડમાં ટેકાના ભાવથી સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી શરૂ થશે

  • ટેકાના ભાવથી વેંચાણ માટે ખેડુતોએ પોતાનો કપાસ માર્કેટ યાર્ડમાં જ લાવવાનો રહેશે

રાજુલા,ચાલું સીઝન દરમ્યાન ખેડુતભાઈઓને પોતાનો કપાસનો પાક વેચવા માટે કોઈ હાલાકી ભોગવવી ન પડે તેમજ ખેડુતભાઈઓને કપાસનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે માર્કેટયાર્ડ રાજુલામાં સીસીઆઇ દ્વારા ટેકાનાં ભાવે કપાસની ખરીદી ચાલું કરવા માટે માર્કેટયાર્ડ રાજુલાના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા સબંધીત સીસીઆઇવિભાગનાં અધિકારીઓ સાથે વાતચીત કરી ઝડપથી સીસીઆઇ દ્વારા ટેકાનાં ભાવે કપાસની ખરીદી કરવા અંગે ચર્ચા કરી હતી. અનેસીસીઆઇ દ્વારા માર્કેટયાર્ડમાં જ કપાસની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવે. તેવી વ્યવસ્થા કરવા પણ ચર્ચા કરવામાં આવેલ.સીસીઆઇદ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માર્કેટ યાર્ડમાં કરવામાં આવશે. જેથી સીસીઆઇમાં ટેકાના ભાવે કપાસ વેચવા માંગતા ખેડુતભાઈઓએ પોતાનો કપાસ માર્કેટયાર્ડમાં જ લાવવાનો રહેશે. અને સાથે જરૂરી પુરાવા (1) આધાર કાર્ડની નકલ (2) બેન્ક પાસબુકની નકલ(3) કેન્સલ ચેક (4)7/12,/8-અ(7/12,8-અ ના દાખામાં કોમ્યુટરાઈઝ પાણી પત્રકની છાપેલી માહિતિ વાળા) દાખલા લાવવાનાં રહેશે. દરકે ખેડુતભાઈઓ પોતાનો કપાસ વેચવા આવે ત્યારે સરકાર કોવિડ 19ની ગાઈડ-લાઈન મુજબ દરેકે માસ્ક પહેરી અને સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવાનું આહવાન પણ કરવામાં આવેલ.