રાજુલા,
વાવાઝોડાની અસર થતા જ આજરોજ રાજુલા ના મોરંગી ગામ આજે સાંજના પાંચ વાગ્યા બાદ જોરદાર પવન ફૂંકાયો હતો અને આખો દિવસ વરસાદ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો હતો 25 જેટલા નાના મોટા મકાનોના નળિયા ઉડી ગયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થવા પામ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ આજરોજ રાજુલા તાલુકાના મોરંગી ગામે એકાએક વાવાઝોડું હતું અને 25 જેટલા મકાનોના નળિયા ઉડી ગયા હતા આ નળિયો માથે પડતા એક વૃદ્ધ ઘાયલ થયા હતા દિવસભર વરસાદ થતાં નાના એવા ગામમાં પાણી પાણી જેવી સ્થિતિ સર્જાવામાં આવી હતી. ઘટનાની જાણ થતા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા કલેકટર સાથે ચર્ચા વિચારણાઓ કરી તાત્કાલિક અસરથી સહાય કામગીરી શરૂ કરી હતી અને યોગ્ય સર્વે કરી આ બધાને નુકસાની નો તાત્કાલિક સર્વે કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને ધારાસભ્ય દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી કોઈ જાનહાની થવા પામી ન હતી.