અમરેલી, પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા સંજયભાઇ કનુભાઇ ઘાંઘળનાઓએ રાજુલા પો.સ્ટે.ના વડ ગામની સીમ વિસ્તાર માંથી જાહેરમાં જુગાર રમતા કુલ-04 પતા પ્રેમીઓને રોકડા રૂ.10,950/- ના મુદામાલ સાથે ચંદ્રેશભાઇ કનુભાઇ ધાખડા (2) જયરાજભાઇ ચાંપભાઇ ધાખડા (3) રણજીતભાઇ વાસુરભાઇ ધાખડા (4) દડુભાઇ પહુભાઇ ધાખડા રહે.તમામ વડ તા.રાજુલા જિ.અમરેલીને પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. (1) પીઠુભાઇ નાગભાઇ બોરીચા (2) નરશેભાઇ વીરાભાઇ ધાખડા (3) દિલુભાઇ ધાખડા રહે.વડ તા.રાજુલાને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.