રાજુલાનાં હિંડોરણા ચોકડી નજીક વિદેશી દારૂ સાથે એક ઝડપાઇ ગયો

અમરેલી,
રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન હિંડોરણા ચોકડીએથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા પિયાગો રીક્ષા સાથે નિઝારભાઇ ઉર્ફે ’’રફીક ’’ રજબઅલી કાજાણી ઉવ.31 ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા જાફરાબાદ રોડ તા.રાજુલાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ