રાજુલાના અગરીયા ગામે બેસિંહોની એન્ટ્રી: પશુઓનો શિકાર કરી મિજબાની માણી

રાજુલા,
રાજુલોના મોટા અગરીયા ગામે ગત મધરાતે બે સિંહ ઘૂસી આવ્યા હતા. ગામના રસ્તા પર રઝળતા પશુનો શિકાર કરી બંને સિંહોએ મિજબાની માણી હતી. આ ઘટના ગ્રામજનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. બે સિંહ ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
બે સિંહ ગામમાં ઘૂસી આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ગ્રામજનો પોતાના મકાનની છત પર ચડી સિંહ દર્શન કર્યા હતા. બે સિંહ ઘૂસી આવતા ખેડૂતો પણ વાડીએ જઇ શક્યા નહોતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા બંને સિંહની શોધખોળ હાથ ધરી છે.