- સાંસદ શ્રી કાછડીયા, એનસીયુઆઈ ચેરમેન શ્રી સંઘાણી, પૂર્વ સંસદીય સચિવ શ્રી સોલંકી અને ભાજપ પ્રમુખ શ્રી વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિ
અમરેલી,
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ખાતેથી ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાએ ૯.૩૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૩૨ કિમીના રાજુલા-થોરડી-બાઢડાના માર્ગનું ખાતમુહૂર્ત કર્યું હતું.
પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે રાજુલાથી બાઢડાના માર્ગનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સૌ સ્થાનિકો આ માર્ગનો લાભ લે અને આ માર્ગ આવનારા દિવસોમાં વિકાસનો પથ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં એનસીયુઆઈના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. આ તકે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા સહિતના સર્વે અગ્રણીશ્રીઓ, નજીકના તમામ ગામોના સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.