અમરેલી જિલ્લામા આવેલ રાજુલા તાલુકાના ઉંચેયા ગામમાં ધાતરવડી નદી કાંઠે ખેડૂતની વાડી વિસ્તારમાં ખુલા કૂવામાં આશરે 8 માસના સિંહ ખુલા કૂવામાં ખાબકતા ગામના સરપંચ પ્રતાપ બેપરિયા સહિત ગ્રામજનો એ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પોહચી ખુલા કુવા માંથી સિંહ બહાર કાઢવા માટે વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું ત્યારબાદ ગ્રામજનોની મદદ સાથે આ સિંહને પાણી ભરેલા કુવા માંથી બહાર કઢાયો હતો બહાર કાઢી પાંજરામા પુરી દેવાયો ત્યારબાદ જાફરાબાદ તાલુકાના બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જ્યાં એનિમલ ડોકટર પાસે તેમની હેલ્થની ચકાસણી કરવામાં આવશે ત્યાર બાદ તંદુરસ્ત બાદ ફરી તેમને રેવન્યુ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયાએ કહ્યું સિંહ કૂવામાં હોવાની અમારા ગ્રામજનોને જાણ થતા વનવિભાગને જાણ કરી ત્યારબાદ વનવિભાગ ની ટીમ આવી અમારા ગામએ પણ વનવિભાગને મદદ કરી અને સિંહને બહાર કઢાયો હતો. સિંહોની અવર જવર વધી રહી છે. સિંહોની સંખ્યા વધતા રેવન્યુ અને ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં સિંહો સતત અવર જવર કરતા હોય છે ત્યારે સિંહ શિકારની શોધમા ખુલા કૂવામાં ખાબક્યો હોવાનું પણ અનુમાન લગાવાય રહ્યું છે હાલ તો વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે.