રાજુલાના ઔદ્યોગિક ગામ એવા રામપરા-કોવાયા રોડ વચ્ચે રેલ્વેનું ફાટક માથાના દુ:ખાવા સમાન

  • પૂર્વ પ્રમુખ દ્વારા રેલવે તંત્ર અને સરકાર સમક્ષ અંડરગ્રાઉન્ડ ફાટક કરવા માંગણી

રાજુલા,રાજુલા તાલુકાના ઉદ્યોગ ગણાતા ગામ રામપરા થી કોવાયા જતા રસ્તા વચ્ચે રેલવે તંત્ર દ્વારા ફાટક મૂકવામાં આવ્યું છે અને રેલવેની માલગાડીઓ રોજની 15 થી 20 પસાર થાય છે હવે 20 મિનિટ સુધી ફરજિયાત ઉભુ રહેવું પડે છે આ રોડની બન્ને સાઈડ માં માલગાડી આવતી હોવાથી ઉભા રહેશે અને ફાટક વાળો પંદરથી વીસ મિનિટ સુધી ફાટક ખોલતા નથી વાહન ચાલકો રાહદારીઓ આ રસ્તા ઉપર ખૂબ જ હેરાન પરેશાન થાય છે અને રેલવે તંત્ર અને પીપાવાવ પોર્ટ ને માલગાડી સોનાની મુરઘી કેવી છે આ માલગાડી દ્વારાઘીકતીકમાણી કરે છે પરંતુ લોકોના હિત અને આરોગ્ય માટે અને લોકોનો સમય બગડે છે તે ધ્યાને લઇ અને તે માટે તાત્કાલિક ધોરણે લોકો હેરાન પરેશાન અનેસમય બગાડી ને ઉભું રહેવું પડે છે ત્યારે પીપાવાવ પોર્ટ દ્વારા રેલવેના ફાટક પાસે અંડર ગ્રાઉન્ડ પુલ કરવામાં આવે આ વિસ્તારના જાગૃત ઉત્સાહી માજી તાલુકા તાલુકા પંચાયતના પ્રમુખ મીઠાભાઇ લાખણોત્રા દ્વારા સરકાર રેલવે તંત્ર અને અંડરગ્રાઉન્ડ રેલવે ફાટક પુલ કરવા માંગણી કરી છે.