રાજુલાના કુંડલીયાળા ગામે યુવાનની ઘરમાં ઘુસીને હત્યા કરાતા ખળભળાટ

  • ખુન કરી લાશને આંગણાની બહાર નાખી દીધી
  • પ્રેમ સબંધને કારણે હત્યા થયાનું પ્રાથમિક તારણ : પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયાં

રાજુલા,
રાજુલાના કુંડલીયાળા ગામે 22 વર્ષીય દલિત યુવક રસીકભાઈ દાનાભાઈ વાળા નામના યુવાન બપોર ના સમયે ઘરે હતો તે સમયે અન્ય પરિવારના લોકો ઘરે ન હોય તેવા સમયે અજાણ્યા શખ્સો દ્વારા તેમને તીક્ષણ હથિયારો વડે ઘાતકી હત્યા કરી હત્યારા નાશી ગયા અને નાનકડા ગામ માં દલિત ની હત્યા થી ચકચાર મચી જવા પામી છે જ્યારે આ બનાવ ની જાણ થતા સાવરકુંડલા ડી.વાય.એસ.પી કે.જે.ચૌધરી, રાજુલા પી.આઈ. આર.એમ. જાલા, સી.પી.આઈ. રબારી, એસ.ઓ.જી.પી.એસ.આઈ મહેશ મોરી, સહિત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને સમગ્ર ઘટના અંગે જુદી જુદી દિશા માં પોલીસ તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ થતા દલિત સમાજ અગ્રણી કિશોરભાઈ ધાખડા,સહિત એડવોકેટ રાઠોડભાઈ સહિત દોડી આવ્યા હતા પ્રાથમિક પોલીસ ની શંકા પ્રેમ સંબંધ ના કારણે હત્યા હોવાની શંકા તરફ તપાસ શરૂ છે આ બનાવ અંગે સાવરકુંડલા ડી.વાય.એસ.પી.કે.જે.ચૌધરી નો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધ હોય તેવુ પણ લાગે છે હત્યાના સાચા કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે.