રાજુલાના કોવાયામાં સીકયુરીટી હેડ ઉપર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

અમરેલી,

રાજુલા તાલુકાના કોવાયા ગામે વિજય લાખણોત્રા ટાઉનશીપના ગેઈટની અંદર ઉભો હોય જેમને હાજર સીકયુરીટી હેડે જતો રહેવાનું કહેતા તેમને સારૂ નહી લાગતા સીકયુરીટી ગાર્ડને ગાળો બોલી તેમજ મુળુભાઈ લાખણોત્રા સ્કોરપીયો ગાડી લઈ આવી તથા વિક્રમ લાખણોત્રા સફેદ કલરની ફોરવ્હીલ ગાડી લઈ આવી જસુ કાળુ લાખણોત્રા , વિજય લાખણોત્રા સહિતે છરી અને લાકડી વડે ધનંજય પશુપતિનાથ ચોબે તથા હાજર સીકયુરીટી હેડને આડેધડ મુંઢમાર મારી ધનંજય પશુપતિનાથ ચોબેને છરી વડે જીવલેણ ઈજા કર્યાની મરીન પીપાવાવ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘવાયેલ અધિકારીને હોસ્પિટલમાં ખસેડાયાં