રાજુલાના કોવાયા અલ્ટ્રાટેક કોલોનીમાં રાવણ દહન કરાયું

રાજુલા,
રાજુલા તાલુકાના કોવાયા અલ્ટ્રાટેક કંપની કોલોનીમાં દર વર્ષની જેમ રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો ભવ્ય રામની રથયાત્રા પણ નીકળી હતી જેમાં લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અમરેલી જિલ્લામાં ખાસ કરીને હવે રાવણ દહન કાર્યક્રમ જોવા મળતા નથી ત્યારે રાજુલા તાલુકાના અલ્ટ્રાટેક કંપની કોલોનીમાં કલાત્મક ફટાકીયા ભરી રાવણ બનાવવામાં આવે છે રાવણ દહન પહેલા રામ લક્ષ્મણ હનુમાનજીની ભવ્ય રથયાત્રા નીકળે છે ત્યારબાદ આ રાવણ દહન કાર્યક્રમ સાંજના કોલોની માં જોવા મળેલ હતો આ કાર્યક્રમમાં કંપની તરફથી સિક્યુરિટી પણ મૂકવામાં આવે છે લોકો સુરક્ષિત રીતે જોઈ શકે તેવુ આયોજન નવરાત્રી કમિટી દ્વારા કરવામાં આવે છે આ કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી યુનિટ હેડ ટીવી રાવ એસ આર હેડ ભાનુકુમાર પરમાર શ્રી દિનેશ પાંડે તથા માઇસ મેનેજર સિક્યુરિટી હેડ ચોબે તથા તથા પુનિત અગ્રવાલ તથા પ્રેમાનંદ સહિત ઉપસ્થિત રહ્યા હતા