રાજુલાના ખાખબાઇમાં 50 મરઘાના શંકાસ્પદ મોત

  • દેશભરમાં બર્ડફ્લુનાં છવાયેલા ઓથાર વચ્ચે અચાનક મરઘાના ભેદી મોત થતા લોકોમાં ચિંતા વ્યાપી
  • બર્ડફ્લુની ભીતિને કારણે આરોય ટીમ દોડી ગઇ : આરોગ્યની ટીમે જઇ મરઘાઓના સેમ્પલો લીધા

અમરેલી,
રાજુલાના ખાખબાઈ ગામે અચાનક જ ભેદી રીતે પ0 જેટલા મરઘાઓના મોત થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે અને મરઘાઓના સેમ્પલ લેવાયા હતા. બર્ડલૂની ભીતિના કારણે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
આ અંગેની વિગતો આપતા રાજુલા આરોગ્ય કેન્દ્રના ડા. મકવાણાએ કહૃાું કે, રાજુલાના ખાખબાઈ ગામે રહેતા
સંગ્રાભાઈ ભુરાભાઈ વાઘેલા નામના દેવીપૂજક દ્વારા પોતાના ઘરમાં મરઘાઓનો ઉછેર કરવામાં આવતો હતો અને પ0 મરઘાઓ હતા. મરઘાઓના મોત થયા હોવાની જાણ થતા જ આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોચી ત્યારે ત્યાં 9 મરઘાઓ મરેલી હાલતમાં હતા અને 1 મરઘુ મરવા પડ્યુ હતું જેનું ગમે ત્યારે મોત થાય તેવી સ્થિતિ હતી. આરોગ્ય વિભાગ દ્વારા મરઘા પાલકની પૂછતાછ કરતા તેમણે જણાવ્યું કે બે દિવસમાં તેમની પાસે રહેલા તમામ પ0 મરઘાઓના મોત થઈ ગયા છે અને તેનો જમીનમાં દાટીને નિકાલ કરી દેવાયો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા મૃતક મરઘાઓનો ગાઈડોાલન મુજબ સોડીયમ સાથે જમીનમાં દાટીને નીકાલ કરવામાં આવ્યો હતો અને મરઘાઓના નામૂનાઓ બર્ડલૂની ચકાસણી માટે ભોપાલ ખાતે આવેલી લબોરેટરીમાં ચકાસણીમાં મોકલવામાં આવ્યા છે. શેના કારણે ઘરઘાઓના મોત થયા છે તે ચકાસણી બાદ જ બહાર આવી શકે તેમ છે. બ્રડલૂની ભીતિના કારણે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાખબાઈ ગામમાં ટીમો ઊતારીને જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.