અમરેલી,
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે રહેતી જડીબેન શાર્દુળભાઈ હડીયા ઉ.વ. 65 ના ઘરે તા. 15-5 ના મોડી રાત્રિના 3:00 કલાકે કોઈબે અજાણ્યા શખ્સોએ ઘરમા પ્રવેશ કરી વૃધ્ધાને મારમારી મોઢું દબાવી રાખી કાનમા પહેરેલ સોનાના પેઢલા -6 નંગ રૂ/-45,000 તેમજ સોનાની ટોટી નંગ -1 રૂ/-25,000 મળી કુલ રૂ/-70,000 ની સોનાના દાગીનાની લુંટ ચલાવી બાજુમા રહેતા બોઘાભાઈ કાતરીયાના મકાનમા પ્રવેશ કરી તિજોરી અને પેટીના તાળા તોડી રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરી નાસી ગયાની રાજુલા પોલિસ મથકમાં ફરિયાદ .