રાજુલાના ખેરામાં બાળ લગ્ન અટકાવાયા

  • બાળલગ્નની જાણ થતા ટીમ ત્રાટકી
  • અભયમ 181 ની ટીમને જાગૃત નાગરીકે ફોન કરી જાણ કરતા ટીમે દોડી જઇ લગ્ન અટકાવ્યા

અમરેલી ,
એક જાગૃત નાગરિક દ્વારા 181માં ફોન કરી જણાવ્યું કે હું ખેરા ગામ તાલુકો રાજુલા થી વાત કરું છું મારા ગામ મા લગ્ન થાય છે એ છોકરી પુખ્ત ઉમર ની નથી જેથી એના બાળ લગ્ન થઈ રહેલા છે.
આ જાગૃત નાગરિક ની વાત ની ગંભીરતા લઈ તુરતજ 181 ના કાઉન્સેલર હિના પરમાર અને ુબ કૃપા બેન તેમની ટીમ ખેરા ગામ પહોંચીત્યાં પહોંચી લગ્ન નો માહોલ જોતાજ દીકરી ક્યાં અને એની ઉંમર કેટલી છે જેવી તપાસ કરતા આ દીકરી આશરે 16 વર્ષ ની આસપાસ છે આ પહેલા આ છોકરી ને કોઈ છોકરા સાથે પ્રેમ સબન્ધ હશે તે ઘરે થી કોઈ ને જાણ કરિયા વગર ભાગી ગયેલત્યારે તેના માતા પિતા દ્વારા એ નજીક માં આવેલ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ત્યારે પોલીસ દ્વારા તાપસ હાથધરી છોકરા છોકરી ને પકડી પાડવામાં આવેલ અને છોકરો વિરુદ્ધ ર્જર્બ છબા 2012 મુજબ ગુનો 2019 દાખલ કરેલ અને ત્યાર પછી આ છોકરી એના માતા પિતા સાથે તેના પરિવાર માં રહે છે.
પરંતુ તેના માતા પિતા એ તેમના લગ્ન નક્કી કરી નાખેલ જેથી 181 દ્વારા પીપાવાવ પોલીસ સ્ટેશન ના થાણા અધિ શ્રી ઘ. ભ. જીચિૈંઅચ (જૈ) ને આ ઘટના ની જાણ કરવામાં આવી અને થાણા અધિ શ્રી એ તેમના સ્ટાફ ને ઘટના સ્થળે મોકલી આપેલ અને છોકરી ના માતા પોતા ને 181 દ્વારા પીપાવાવ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવેલ અને ત્યાં પોલીસ અને 181 ને છોકરી અને તેના પરિવાર ને સામે વાળા પક્ષ ના પરિવાર બાલ લગ્ન એ કાયદાકીય ગુનો બને છે.
પોલીસ કાર્યવાહી વિશે ની માહીતી આપી સમજવામાં આવેલ ત્યારે આ છોકરી ના માતા પિતા એ તેમની ભૂલનો સ્વીકાર કરી પીપાવાવ પોલીસ સ્ટેશનમાં લેખિત બહેન્દ્રી આપી કે તેઓ જ્યાં સુધી આ દીકરી ની પુખ્ત ઉંમર નહિ થાય તેઓ લગ્ન નહિ કરાવે હાલ આ દીકરી તેના માતા પિતા સાથે તેના પરિવાર માં છે જેથી પીપાવાવ પોલીસ દ્વારા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવેલ કે લગ્ન ના થાય આમ 181 અભયમ અને પોલીસ દ્વારા બાળલગ્ન અટકાવી પરિવાર અને તેમના સમાજ ને કાયદા વિશે માહિતગાર કરવામાં આવેલ છે.